રાજકોટમાં સ્થાનિકોએ રસ્તાનું સમાર કામ કરી દર્શાવ્યો વિરોધ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરમાં ચાલુ વર્ષે સારો વરસાદ થવાના કારણે અનેક માર્ગોને નુકસાન થયું છે. જેને લઈને શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં પણ આ પ્રકારની સમસ્યા સર્જાય હતી. ત્યારે વિસ્તારવાસીઓ દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરી જોવા છતાં હજુ સુધી રસ્તા મામલે કોઇ યોગ્ય ઉકેલ નહિ આવતા સ્થાનિકોએ જાતે જ ત્રિકમ, પાવડો, તગારા લઈને રસ્તા પર પડેલા ખાડા બુરવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યો છે કે છેલ્લા ઘણા વર્ષોથી અહીં કોર્પોરેશન દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો નથી અને માત્ર અહીં ચોમાસા દરમિયાન મેટલિંગ કરવામાં આવે છે જે લાંબો સમય ટકતું પણ નથી. ઉલ્લેખનીય છે કે, રાજકોટના એવા ઘણા વિસ્તાર છે જ્યાં કોર્પોરેશન દ્વારા મસમોટા ટેક્સ વસુલવામાં આવે છે પરંતુ હજુ સુધી જે પાયાની પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું છે.