ભગવાનના ઘરમાં ચોરી, આખે આખી દાન પેટી ઉપાડી ગયા ચોર, CCTVમાં કેદ થઈ ચોરીની ઘટના - DONATION BOX STOLEN
🎬 Watch Now: Feature Video
Published : Nov 10, 2024, 8:43 PM IST
અમરેલી: જિલ્લાના રાજુલા તાલુકાના ચોતરા ગામ નજીક રોડ ઉપર એક મોમાઈ માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરમાં રાત્રિના સમયે ચોર ચોરી કરવા માટે મંદિરમાં ઘુસ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો. ચોરો દ્વારા દાન પેટીની ચોરી કરી રહ્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મંદિરે સેવા પૂજા કરતા પૂજારી પ્રકાશભાઈ રાજુલા પોલીસ મથક ખાતે સીસીટીવી ફૂટેજ સાથે અજાણ્યા વ્યક્તિઓ સામે ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 50,000 ઉપરાંતના મુદ્દામાલની ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બે વ્યક્તિઓ દાન પેટી તેમજ અલગ અલગ વસ્તુઓ ચોરી કરી ફરાર થયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા હાલ તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.