દિલ્હીમાં ભાજપના વિજય અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- દિલ્હીના લોકોએ દેશનું દિલ જીત્યું - BJP VICTORY IN DELHI
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/640-480-23501373-thumbnail-16x9-x.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Feb 8, 2025, 4:40 PM IST
સુરત: દિલ્હીમાં આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની જીત થતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ દિવસને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, દિલ્હીના લોકોએ દેશનું દિલ જીતી લીધું છે.
સંઘવીએ જણાવ્યું કે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક રાજ્યમાં મોદીના નારા ગુંજી રહ્યા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ નવી સફળતાઓ હાંસિલ કરી રહ્યો છે. દિલ્હીના લોકોએ ડબલ એન્જિન સરકારને લાવવા માટે ઐતિહાસિક મતદાન કર્યું છે.
ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, દિલ્હીને એવી સરકારથી મુક્તિ મળવાની છે જેણે દેશની સેના પર પ્રશ્નો ઉઠાવ્યા, દેશના જવાનો અને લોકોની આસ્થા સાથે જોડાયેલા વિષયો પર સવાલો ઊભા કર્યા. હવે દિલ્હીના લોકોને પણ આયુષ્માન ભારત અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળશે.
સંઘવીએ અંતમાં જણાવ્યું કે, આ ખુશી માત્ર દિલ્હી પૂરતી સીમિત નથી, દેશભરમાંથી દિલ્હીના લોકોનો આભાર માનવામાં આવી રહ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મોદીજીના નેતૃત્વમાં દિલ્હીમાં ડબલ એન્જિન સરકાર નવો ઇતિહાસ રચશે.
આપને જણાવી દઈએ કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. હવે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 11 જિલ્લામાં કુલ 19 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. કુલ 70 બેઠકોમાંથી ભાજપ અત્યાર સુધીમાં (આ લખાય છે ત્યારે) 25 બેઠક જીતી ચુક્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીને 9 પર જીત દેખાઈ છે. જેના પછી અન્ય કોઈના ખાતા ખુલેલા દેખાઈ રહ્યા નથી. જ્યારે આ બંને વચ્ચે ભાજપ હજુ બીજી 25 બેઠકો પર આગળ દેખાઈ રહ્યું છે, જ્યારે આપ 13 બેઠકો પર આગળ છે. આ સાથે જ દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપની સરકાર બનતી દેખાઈ રહી છે.