સુરતના ચોર્યાસીમાં લોક ડાયરાનું આયોજન, અપેક્ષા પંડ્યા પર ડોલરનો વરસાદ થયો, જુઓ VIDEO - SURAT LOK DAYRO
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/640-480-23501668-thumbnail-16x9-r-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Feb 8, 2025, 4:39 PM IST
સુરત: હાલ રાજ્યમાં લોકો ડાયરાઓને લઈને યુવાનોમાં એક અલગ જ ક્રેઝ ઊભો થઈ રહ્યો છે. ઠેર ઠેર યોજાતા લોક ડાયરાઓમાં યુવાનોની બહુમત હાજરી જોવા મળતી હોય છે.ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચોર્યાસી ગામ ખાતે શ્રી હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગત રાત્રિના રોજ એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકાર અપેક્ષા પંડ્યા, કિશન રાદડિયા, અર્શિત વઘાસિયા અને મેહુલ આહીર સહિતના કલાકારો હાજર રહ્યા હતા. લોક ડાયરાને લઈને ચોર્યાસી ગામ સહિત આસપાસ ગામના લોકો પણ ઉમટી પડ્યા હતા. આ લોક ડાયરા દરમિયાન ભારતીય ચલણી નોટો સાથે સાથે ડોલર પણ ઊડતા જોવા મળ્યા હતા. જેનો વિડિયો પણ હાલ સામે આવ્યા છે. ઉલ્લેખનિય છેકે રાજ્યમાં યોજાતા લોક ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થતો હતો છે. જેમાં ઘણી વાર યુવકો વિદેશી ચલણી નોટો પણ ઉડાડતા નજરે ચડતા હોય છે.