અમરેલીઃ લોકોના ઘરના દરવાજાઓ પાસેથી સિંહ નીકળ્યો, જુઓ - LION VIRAL VIDEO
🎬 Watch Now: Feature Video
Published : 14 hours ago
અમરેલી: જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સિંહોનું સામ્રાજ્ય છે. દિવસ અને રાત્રિના સમયે સિંહો શિકારની શોધમાં ગ્રામીણ વિસ્તારમાં આવતા હોય છે જેના અવારનવાર સીસીટીવી ફૂટેજ વાયરલ થતા હોય છે. આજે વધુ એક અમરેલી જિલ્લાના બગસરા વિસ્તારમાં રાત્રિના સમયે શિકારની શોધમાં નીકળેલ સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મુદ્દે ધારી ગીર પૂર્વેના DCF રાજદીપસિંહ જણાવ્યું કે, જંગલની જાળવણી કરવી એ આપણી ફરજ છે. જંગલ વિસ્તારથી પસાર થતા કોઈપણ પ્રકારનો પ્લાસ્ટિક કે ઘન કચરો ન નાખવા વન વિભાગ દ્વારા વક્ત કેમ્પિયન કરી સલાહ સૂચન કરવામાં આવ્યા છે. ઉપરાંત વન્ય પ્રાણી, પશુ-પક્ષીઓને કોઈપણ પ્રકારનો બહારનો ખોરાક ન આપવા બદલ વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.