ETV Bharat / state

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ: 4 આરોપીના જામીન નામંજૂર, ત્રણને કોર્ટ તરફથી મોટી રાહત - TRP GAME ZONE FIRE INCIDENT

TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીઓના નિયમિત જામીન મંજૂર કર્યા છે, જ્યારે 4 આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાં
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાં (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 30, 2025, 6:39 PM IST

રાજકોટ: TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીઓના નિયમિત જામીન મંજૂર કર્યા છે, અને ચાર આરોપીઓની જામીન અરજીને ફગાવી દીધી છે. એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોશી તેમજ એન્જિનિયર જયદીપ ચૌધરીને જામીન મળી ગયા છે. જ્યારે ચાર આરોપી એમ.ડી.સાગઠીયા, ઈલેશ ખેર, અશોક સિંહ અને કિરીટસિંહ જાડેજાના જામીન હાઇકોર્ટે નામંજૂર કર્યા છે.

શું હતો સમગ્ર મામલો: 25મે 2024ના દિવસે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમા પ્રચંડ આગની ઘટના બની હતી, આ દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતા, તેમાં બાળકો પણ સામેલ હતા. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સતત સુનાવણી કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે વિવિધ ભારતીય દંડ સંહિતાની કલમો જેમ કે 304, 337, 338 અને 114 હેઠળ આરોપીઓ પર મૂકવામાં આવ્યા છે. આગની ઘટનામાં જવાબદાર ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. આ મામલે પોલીસે ફરિયાદી બની ગેમ ઝોનના 6 સંચાલકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

કોને મળ્યા જામીન

  1. એટીપી રાજેશ મકવાણા
  2. ગૌતમ જોશી
  3. જયદીપ ચૌધરી (એન્જિનિયર)

કોને ન મળ્યા જામીન

  1. એમ.ડી.સાગઠીયા
  2. ઈલેશ ખેર
  3. અશોક સિંહ
  4. કિરીટસિંહ જાડેજા

3ને જામીન, 4ના જામીન નામંજૂર

ગુજરાત હાઇકોર્ટમાં આજે ટીઆરપી ગેમ ઝોન મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ ગોઝારી દુર્ઘટનામાં ત્રણ સરકારી કર્મચારીઓના જામીન ગુજરાત હાઇકોર્ટે મંજૂર કર્યા છે. જેમાં એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોશી તેમજ એન્જિનિયર જયદીપ ચૌધરીને જામીન મળી ગયા છે. જ્યારે આ મામલે ચાર આરોપી એમ.ડી.સાગઠીયા, ઈલેશ ખેર તેમજ અશોક સિંહ અને કિરીટસિંહ જાડેજાની જામીન હાઇકોર્ટે નામંજૂર કર્યા છે.

આરોપીના વકીલ દ્વારા કેસ ઓપન કરવા માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને આગામી 13 તારીખ ડિસ્ચાર્જ અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે.

  1. ગુજરાત હાઈકોર્ટમાં TRP અગ્નિકાંડના 6 આરોપીઓની જામીન અરજી પર સુનવણી
  2. રાજકોટના TRP અગ્નિકાંડ: સસ્પેન્ડેડ ફાયર ઓફિસર ઠેબાની રેગ્યુલર જામીન અરજી રદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.