અમદાવાદઃ ગુજરાતમાં આવેલા રામસર સાઈટ અને વેટલેન્ડની જાળવણીને લગતી એક સુઓ મોટો અરજી ગુજરાત હાઇકોર્ટમાં લેવા માં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોને આધારે ગુજરાત હાઇકોર્ટમાં આ અંગે સુઓ મોટુ અરજી લેવામાં કરવામાં આવી છે.
આ મામલે કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે, વર્ષ 2018માં હાઇકોર્ટમાં આ મુદ્દે સુઓ મોટો અરજી લેવામાં આવી હતી. જેમાં નળ સરોવર અને રામસર સાઈટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે દેશના વિભિન્ન સ્થળોએ આવેલી રામસર સાઈટની જાળવણીને લઈને એક વિસ્તૃત ઓર્ડર આપ્યો છે. જે મુજબ ભારતની દરેક રામસર સાઈટની યોગ્ય જાળવણી થઈ રહી છે કે કેમ? તે અંગે જે તે વિસ્તારની હાઇકોર્ટ સુઓ મોટુ અરજી લેશે. સુપ્રીમ કોર્ટના આ વિસ્તૃત હુકુમમાં દેશની રામસર સાઈટનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના પાંચ વેટલેન્ડ વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં નળ સરોવર, વઢવાણ, થોળ અને ખીજડીયા રામસર સાઈટનો સમાવેશ થાય છે અને નાડા બેટ ભારતનો સૌથી મોટું વેટલેન્ડ છે. જે ભારત અને પાકિસ્તાન બંનેમાં વિસ્તૃત છે.
અંગે કોર્ટે જણાવ્યું હતું કે બોટિંગને લઈને જે નવા નિયમો
સરકાર બનાવ્યા છે તેમાં નળ સરોવરનું અહેવાલ પણ આવ્યો છે ત્યાં બધું બરાબર છે. ખીજડીયા રામ સાઈટની ચીફ જજે મુલાકાત લીધી હતી. તે પણ બરાબર છે, અને કોર્ટ મિત્ર અને વરિષ્ઠ એડવોકેટ ગૌતમ જોષીએ અગાઉ નળ સરોવરની મુલાકાત લીધી હતી. ત્યારે કોર્ટે કોર્ટ મિત્રને આ તમામ રામસર સાઈટ અને નાડા બેટ વેટલેન્ડ ઉપર જઈને ચેક કરીને રિપોર્ટ આપવાનું હુકમ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને રામસર સાઈટ અંગે સુનવણી હાથ ધરીને અહેવાલ આપવા ત્રણ મહિનાનું સમય આપ્યો છે.