મહેસાણામાં ઉત્તર ગુજરાત વીજ કચેરીના સબ સ્ટેશનમાં આગ, ફાયર વિભાગે આગ બુઝાવી - FIRE IN SUBSTATION
🎬 Watch Now: Feature Video
Published : Jan 19, 2025, 12:57 PM IST
મહેસાણા: જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરીના સબ સ્ટેશનમાં શનિવારે મોડી સાંજે આગ લાગી હતી. જેના કારણે મહેસાણાના શહેરના મોટા ભાગના વિસ્તારમાં અંધાર પટ છવાઈ ગયો હતો. ફાયર વિભાગની ટીમે મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ઉત્તર ગુજરાત વીજ કચેરીના સબ સ્ટેશનમાં આગ લાગતાં વીજ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. વીજ સબ સ્ટેશનમાં આગના પગલે અંધાર પટ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા વીજ સબ સ્ટેશન પર ફાયર ટીમો આવી પહોંચી હતી. મહેસાણા મનપાની ફાયર ટીમો પહોંચીને આગને કાબુમાં લીધી હતી. મહેસાણામાં વીજ પુરવઠો શરૂ કરવા મથામણ મોડી રાત સુધી ચાલી હતી. 66 KVની મેઈન લાઈનમાં જ ભંગાણ સર્જાતા મહેસાણા શહેરમાં અંધાર પટ સર્જાયો હતો.