અમરેલી: જિલ્લાનાં લાઠીથી ચાંવડ નજીક આવેલા કલ્યાણધામ પોઈન્ટ પાસે ગાંધીનગરથી ગવર્નરનાં કાફલાની કોન્વોય કારે એક મહિલાને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાઈ હતી. જેને તાત્કાલિક હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
મહિલા ગંભીર રીતે ઘવાઈ: આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર અમરેલીમાં રવિવારે ગુજરાતનાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યનું આગમન થવાનું છે. ત્યારે તૈયારીના ભાગરુપે ગાંધીનગરથી પોલીસ પ્રોટોકોલ મુજબ આવેલી ગવર્નરની ગાડીના ચાલકે કલ્યાણધામ નજીક બાઈક ચાલકને ટક્કર મારતા મહિલા ઘવાઈ હતી.
મહિલાને ધારાસભ્યે મદદ કરી: ઘવાયેલી મહિલા સુમીતાબેન રાણોલીયા અને બાઈક ચાલક મહિલભાઈ બંને ઈજાગ્રસ્ત થયા હતાં. જોગાનુજોગ એ સમયે સાવરકુંડલાનાં ધારાસભ્ય મહેશ કસવાલા પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે આ અકસ્માત નજરે ચડતા ધારાસભ્ય મહેશ કસવાલાએ પોતાની ગાડી રોકીને મદદ માટે દોડી ગયા હતા. તેમજ ઘવાયેલી મહિલાને તાત્કાલિક સારવારની વ્યવસ્થા પણ કરી આપી હતી. બનાવની જાણ થતા અમરેલી હોસ્પિટલમાં ભાજપનાં આગેવાનો પણ દોડી ગયાં હતાં.
આ પણ વાંચો: