નવી દિલ્હી: 27 વર્ષની લાંબી રાહ જોયા બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ છેલ્લે દિલ્હીની સત્તામાં વાપસી કરી છે. ગુરુવારે રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી અને 6 ધારાસભ્યો સાથે મંત્રી પદના શપથ લીધા હતા. શપથ ગ્રહણ પછી તરત જ નવી સરકારે સક્રિયતા દર્શાવતા પહેલી કેબિનેટ મીટિંગ બોલાવી હતી. જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા.
આયુષ્યમાન ભારત યોજનાને મળી મંજૂરી: પહેલી કેબિનેટ બેઠકમાં આયુષ્યમાન ભારત યોજનાને દિલ્હીમાં લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેર કર્યું કે, આ યોજના હેઠળ દિલ્હીના નાગરિકોને 10 લાખ રુપિયાનું સ્વાસ્થ્ય વીમા કવર મળશે. જેમાં 5 લાખ રુપિયા દિલ્હી સરકાર અને 5 લાખ રુપિયા કેન્દ્ર સરકાર તરફથી પ્રદાન કરવામાં આવશે. આયુષ્યમાન યોજનાને લાગૂ કરવાનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય સેવાઓને સુલભ અને પોષણક્ષમ બનાવવાનો છે. જેનાથી આર્થિક રીતે કમજોર અને મધ્યમ વર્ગના લોકોને મોટા સ્વાસ્થ્ય ખર્ચાઓમાંથી રાહત મળી શકે. તેમણે જણાવ્યું કે, આ યોજનાને પહેલા આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં લાગૂ થવા દિધી નહોતી.
#WATCH | After chairing the first Cabinet meeting, Delhi CM Rekha Gupta says," in the first cabinet meeting, we discussed and passed two agendas - to implement in delhi the ayushman bharat scheme with rs 5 lakhs top up and tabling of 14 cag reports in the first seating of the… pic.twitter.com/2HXDPwgmj5
— ANI (@ANI) February 20, 2025
CAGનો રિપોર્ટ્સની પણ ચર્ચા કરાશે: મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે, કેબિનેટ બેઠકનો બીજો મહત્વપૂર્ણ નિર્ણય કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (કૈગ)ના 14 રિપોર્ટ્સને આગામી વિધાનસભા સત્રમાં પેશ કરવા માટે લેવામાં આવ્યો. આમ આદમી પાર્ટીએ દિલ્હી સરકારને 14 રિપોર્ટને ટેબલ કર્યું નહોતું. આ પગલું પારદર્શકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે ઉઠાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે, આ રિપોર્ટ પહેલાથી જ તૈયાર થઈ ગયો છે. પરંતુ તેને અત્યાર સુધી વિધાનસભામાં પેશ કરવામાં આવ્યું નહોતું. નવી સરકાર આ રિપોર્ટ્સને ગૃહ સમક્ષ રાખીને દિલ્હીના નાગરિકોને નાણાકીય સંચાલન અને સરકારી ખર્ચાઓથી રુબરુ કરાવશે.
#WATCH | Delhi CM Rekha Gupta says, " 14 cag reports have not been tabled in the house by the last govt. in the first meeting of the house, those reports will be tabled." pic.twitter.com/ctsG6AYEzb
— ANI (@ANI) February 20, 2025
નારી યોજના પર થઈ ચર્ચા: મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે, આ બેઠકમાં મહિલાઓ માટે વિશેષ યોજના પર ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ યોજનાનું વર્ણન અને લાભાર્થીઓની શ્રેણીઓ પર હજુ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ યોજના મહિલાઓની સુરક્ષા, સ્વાસ્થ્ય અને સશક્તિકરણ સંબંધિત હોઈ શકે છે. પરંતુ આ માટે વિસ્તારપૂર્વક ચર્ચા બાદ જ અંતિમ રુપ રેખા નક્કી કરવામાં આવશે.
#WATCH | Delhi CM Rekha Gupta says, " we will fulfil all the commitments that we have made to the people."
— ANI (@ANI) February 20, 2025
on former delhi cm atishi's statement regarding the bjp's promise to give rs 2500 to the women in delhi, the delhi cm says, "it's our government; the agenda will be ours.… pic.twitter.com/2bB8HhmWEa
વિધાનસભા સત્રની તારીખ પર વિચાર: મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે, કેબિનેટ બેઠકમાં આગામી વિધાનસભા સત્રની તારીખો પર ચર્ચા અને વિચારણા કરવામાં આવી. પરંતુ તારીખોને અંતિમ સ્વરુપ આપવામાં આવ્યું નથી. પરંતુ બહુ જલ્દી જ આના પર નિર્ણય કરવામાં આવશે.
#WATCH | After the first meeting of the Cabinet, Delhi Minister Parvesh Verma says, " ayushman scheme implemented in delhi and cag reports will be tabled soon." pic.twitter.com/arR7YQA25f
— ANI (@ANI) February 20, 2025
ભાજપ સરકારનું પહેલું પગલું: શપથ ગ્રહણના દિવસે જ કેબિનેટ બેઠક બોલાવીને અને મહત્વપૂર્ણ નિર્ણયો લઈને ભાજપ સરકારે પોતાની સક્રિયતા અને નિર્ણય લેવાની પોતાની તત્પરતાને સ્પષ્ટ કરી હતી. 27 વર્ષ પછી સત્તામાં પાછી આવનારી ભાજપે દિલ્હીમાં વિકાસ, પારદર્શકતા અને મહિલા સશક્તિકરણને પોતાની પ્રાથમિકતામાં રાખ્યું છે. જાણકારોનું માનવું છે કે, આયુષ્યમાન યોજના લાગૂ કરવા અને કૈગ રિપોર્ટ પેશ કરવાના નિર્ણયોથી ભાજપ સરકારે દિલ્હીમાં એક નવી શરુઆત કરવાની કોશિશ કરી છે. હવે તે જોવું રસપ્રદ રહેશે કે, આ યોજના કેવી રીતે લાગૂ થાય છે અને જનતા પર તેનો શું પ્રભાવ પડે છે.
આ પણ વાંચો: