ETV Bharat / entertainment

ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ : રાખી સાવંતની મુશ્કેલી વધી, મહારાષ્ટ્ર સાયબર સેલે મોકલ્યું સમન્સ - INDIAS GOT LATENT CONTROVERSY

ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદમાં હવે મહારાષ્ટ્ર સાયબર સેલે રાખી સાવંતને પણ સમન્સ પાઠવ્યું છે. હવે પૂછપરછ માટે રાખી સાવંતને 27 ફેબ્રુઆરીએ હાજર થવા કહ્યું છે.

રાખી સાવંત
રાખી સાવંત (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 22, 2025, 9:03 AM IST

હૈદરાબાદ : ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ કોન્ટ્રોવર્સી અટકવાનું નામ જ નથી લઈ રહી. રણવીર અને સમયની મુસીબતો હજી પૂરી નથી થઈ અને શોમાં આવી રહેલી રાખી સાવંત પર મુસીબતના વાદળો ઘેરાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર સાયબર સેલે હવે રાખી સાવંતને પણ સમન્સ મોકલ્યું છે.

રાખી સાવંત જોગ સમન્સ : ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ અશ્લીલ જોક વિવાદમાં મહારાષ્ટ્ર સાયબર પોલીસ દ્વારા રાખી સાવંતને સમન્સ મોકલ્યું છે. આ મામલામાં પૂછપરછ માટે રાખી સાવંતને 27 ફેબ્રુઆરીએ સાયબર પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. રણવીર અલ્હાબાદિયાને પણ સાયબર પોલીસે સમન્સ પાઠવ્યું છે અને તે 24મી ફેબ્રુઆરીએ પૂછપરછ માટે હાજર થશે.

આશિષ ચંચલાણીએ SCનો સંપર્ક કર્યો : તમને જણાવી દઈએ કે, સમય રૈનાના શોના એક એપિસોડના પેનલિસ્ટમાં રાખી સાવંત પણ હતી. આ પહેલા શુક્રવારે સુપ્રીમ કોર્ટે યુટ્યુબર આશિષ ચંચલાનીની અરજી પર મહારાષ્ટ્ર અને આસામને નોટિસ જારી કરી હતી. તેઓ પણ આ વિવાદાસ્પદ એપિસોડનો એક ભાગ હતા, તેણે તેની સામે નોંધાયેલી અનેક FIR સામે અરજી કરી હતી. કોર્ટે તેમની અરજીને અલ્હાબાદિયાની અરજી સાથે જોડી દીધી, જેમણે FIR ક્લબ કરવાની માંગ કરી હતી.

રાખી સાંવતે રણવીરને સપોર્ટ કર્યો : નોંધનીય છે કે, રણવીર અલ્હાબાદિયા વિવાદમાં ફસાયા બાદ અને વિવાદાસ્પદ કોમેડી શોમાં તેના અશ્લીલ જોક્સ માટે ચારે બાજુથી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ રાખી સાવંત તેમના બચાવમાં સામે આવતા કહ્યું હતું કે, 'તેને માફ કરી દો યાર, હું જાણું છું કે તેણે ખોટું કર્યું છે, પણ તેને માફ કરો'.

  1. 'મને ડર લાગે છે, જાનથી મારી નાખવાની ધમકી મળી..', રણવીર અલ્હાબાદિયાએ માંગી માફી
  2. રણવીર અલ્હાબાદિયા વિવાદ વચ્ચે IGL શોની અપૂર્વા મુખિજાને મળી મારી નાખવાની ધમકી?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.