મુંબઈ : આજે 21 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ભારતીય શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્લું હતું. BSE Sensex 123 પોઈન્ટના ઘટાડા સાથે 75,612 પર ખુલ્યો હતો. બીજી તરફ NSE Nifty 56 પોઈન્ટના ઘટાડા સાથે 22,857 પર ખુલ્યો હતો.
ભારતીય શેરબજાર : આજે 21 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty ઘટાડા સાથે ખુલ્યા છે. BSE Sensex ગત 75,735 બંધ સામે 123 પોઈન્ટના ઘટાડા સાથે 75,612 ના મથાળે ખુલ્યો છે. બીજી તરફ NSE Nifty ગત 22,913 બંધ સામે 56 પોઈન્ટના ઘટાડા સાથે 22,857 પર ખુલ્યો હતો.
મુખ્ય સ્ટોકની સ્થિતિ : આજે ભારતીય શેરબજારમાં મજબૂત વલણ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. શરુઆતી ટ્રેડિંગ દરમિયાન BSE માં લિસ્ટેડ કંપનીમાં ઝોમેટો (1.88), NTPC (1.35), ટાટા સ્ટીલ (1.20), લાર્સન (0.97) અને ભારતી એરટેલના (0.73) સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ M&M (-2.12), કોટક મહિન્દ્રા (-1.28), ICICI બેંક (-0.92), અલ્ટ્રાટેક સિમેન્ટ (-0.88) અને ટાટા મોટર્સના (-0.78) સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.
ગુરુવારનું બજાર : કારોબારી સપ્તાહના ચોથા દિવસ ગુરુવારે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 203 પોઈન્ટના ઘટાડા સાથે 75,735.96 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.10 ટકાના ઘટાડા સાથે 22,910.40 પર બંધ થયો હતો.