અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવા માટે ચિઠ્ઠી ઉછાળીને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં જુનિયર કલાર્ક અને કેસ રાઇટરની ભરતી કરવા માટે કોન્ટ્રાક્ટ આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી., જેમાં ચિઠ્ઠી ઉછાળીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
આ કોન્ટ્રાક્ટ માટે આઠ જેટલા કોન્ટ્રાક્ટર દ્વારા એક સરખો જ ભાવ આપીને ટેન્ડર ભરવામાં આવ્યો હતો. પરિણામે તંત્ર દ્વારા ચિઠ્ઠી ઉછાળીને ત્રણ જેટલી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગના ઈન્ચાર્જ ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, 'અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવી વિવિધ અર્બન હેલ્થ સેન્ટર સહિતની જગ્યા ઉપર 100 જુનિયર ક્લાર્ક અને 100 કેસ રાઈટરની ભરતીની પ્રક્રિયા માટે કોન્ટ્રાક્ટર પસંદ કરવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા.'
આ કોન્ટ્રાક્ટ માટે અલગ અલગ આઠ એજન્સીઓએ ટેન્ડર ભર્યો હતો. એ મુજબ મિનિમમ સર્વિસ ચાર્જ 3.25 ટકા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના કારણે તમામ એજન્સીઓએ મિનિમમ સર્વિસ ચાર્જ જુનિયર કલાર્ક માટે ભાવ રૂપિયા 843 અને કેસ રાઇટરમાં રૂપિયા 767 રાખ્યું હતું. ઉપરાંત દર મહિને એક સરખો જ પગાર ભાવ નક્કી કર્યો હતો. આ તમામ આંઠ એજન્સીઓનો એક સરખો ભાવ હોવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં ચીઠી ઉછાળીને એક વર્ષ માટે 100 જુનીયર કલર અને 100 કેસ રાઈટરનો કોન્ટ્રાક્ટ આપવા આવ્યો હતો.
હેલ્થ ઓફિસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, આ તમામ એજન્સીને મિટિંગમાં બોલાવવામાં આવ્યા હતા. તમામ લોકોની હાજરીમાં ડ્રો કરવામાં આવ્યો હતો. ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને જે બે એજન્સી ફાઇનલ થઈ તે લોકોને આ કામગીરી સોંપવામાં આવી હતી. આમ, બિનજરૂરી કોઈને શંકાસ્પદ લાગે એ પ્રકારની કાર્યવાહી ન થાય તે માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની હાજરીમાં ચિટ્ટી ઉછાળીને જે તે એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. આમાંથી બે એજન્સીઓને 6.15 કરોડની કામગીરી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: