અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા આજે રવિવારે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. ત્યારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આંબેડકર ચોક ખાતે જેપી નડ્ડા સહિત રાજયના મુખ્પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને અન્ય ભાજપના વિવિધ પદ્દાધિકારીઓ હાજરીમાં પીએમ મોદીનો રેડિયો કાર્યક્રમ મન કી બાત સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ટેકનિકલ ખામી સર્જાતા મોબાઇલથી મન કી બાત કાર્યક્રમ શરૂ કરાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા.
કટોકટીના કપરા દિવસોમાં બંધારણની કેવી દશા
એલિસબ્રીજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા સભા સંબોધવામાં આવી હતી. ભુપેન્દ્ર પટેલે આ દરમિયાન જણાવ્યુ હતું કે, દેશમાં કટોકટીના કપરા દિવસોમાં બંધારણની કેવી દશા કરી હતી, તે આપણે સૌ જાણીએ છીએ.

ભારતીયતા ધર્મ છે અને બંધારણ ધર્મગ્રંથ - ભુપેન્દ્ર પટેલ
વધુમાં મુખ્યપ્રધાને દ્વારા બંધારણ વિશે વાત કરતા એ પણ જણાવવામાં આવ્યું હતું કે, ભારતીયતાએ આપણો ધર્મ છે અને બંધારણ આપનો ધર્મ ગ્રંથ છે, ૧૪૦ કરોડ દેશવાસીઓએ આ સંવિધાનને એક પવિત્ર ગ્રંથ માન્યો છે. દેશનું બંધારણ એટલું લચીલું છે કે, તેમાં સમય અનુસાર સુધારાને અવકાશ છે. સંવિધાન સુધારા માટે ફ્રી હેન્ડ એ બંધારણનો હાર્દ અને ગરિમા છે અને સંપૂર્ણ બંધારણનો હાર્દ ન્યાય છે.

'બંધારણને ભગવત ગીતા સાથે સરખાવતા કહ્યું હતું કે, આજનું બંધારણ ભગવતગીતા સમાન ગ્રંથ છે': મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
દેશભરમાં 75 વર્ષની સંવિધાનની ગૌરવ યાત્રા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા દ્વારા પોતાના ભાષણની શરૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાં 75 વર્ષની સંવિધાનની ગૌરવ યાત્રા અંતર્ગત મને અહીં આવવાનો મોકો મળ્યો છે.
ભારતના સ્વને જગાડવામાં ગુજરાતે મહત્વની ભૂમિકા ભજવી છે.: જે.પી.નડ્ડા
સંવિધાન કેટલું પણ સારું હોય પણ જો તેને લાગુ કરવા વાળા ખરાબ છે
આગળ વાત કરતા જે. પી. નડ્ડા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે, સંવિધાન કેટલું પણ સારું હોય પણ જો તેને લાગુ કરવા વાળા ખરાબ છે, તો તે કામયાબ નહિ થાય, અને સંવિધાન કેટલું પણ ખરાબ હોય તેને લાગુ કરવા વાળા સારા હોય તો તે કામયાબ જ થશે.

એવી ખીચડી પાકી કે ધારા 370 બની ગઈ
જમ્મુ કશ્મીર અને કલમ 370 વિશે વાત કરતા નડ્ડાએ કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સમગ્ર દેશને એક કરવામાં આવ્યો ત્યારે નહેરુ એ કહ્યું કે, જમ્મુ કાશ્મીર મારા પર છોડી દો અને પછી એવી ખીચડી પાકી કે ધારા 370 બની ગઈ.
રાહુલ ગાંધીનું નામ લીધા વગર કર્યા પ્રહાર
આગળ તેમણે શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ કરતા કહ્યું હતું કે, શ્યામા પ્રસાદ મુખર્જીના મૃત્યુ બાદ જ્યારે તેમની માતા દ્વારા ઇન્કવાયરી માંગવામાં આવી ત્યારે ત્યારના તત્કાલીન વડાપ્રધાન દ્વારા ઇન્કવાયરી આપવામાં આવી ન્હોતી. સાથે તેમના દ્વારા એ પ્રકારની વાત પણ કરવામાં આવી હતી કે સંવિધાન સાથે છેડછાડ કોને કરી, સંવિધાનની રક્ષા કોને કરી આ બધી બાબતોને યાદ રાખીને આપણે બધાએ આ સંવિધાન ગૌરવ અભિયાન મનાવવાનું છે. સભાના અંતે નડ્ડાએ કટાક્ષ કરતાં એ પ્રકારની વાત કહી હતી કે, જેમના હાથીના દાંત દેખાડવાના અલગ અને ખાવાના અલગ તે લોકોથી બચીને રહેવું જોઈએ, હાથમાં સંવિધાનની પુસ્તક લઈને ફરે તો છે પણ અંદર કશું વાંચ્યું હોતું નથી, તેમને એ ખબર હોવી જોઈએ તેમના દાદા- દાદીએ શું કર્યું હતું.