રાજકોટ: જિલ્લાના ધોરાજી સેશન્સ કોર્ટે વર્ષ 2021 ના પોક્સો (POCSO) કેસમાં પૂર્વ ટ્રાફિક બ્રિગેડને તકસીરવાન ઠરાવી પોકસો કેસમાં 20 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ ફરમાવ્યો છે અને સાથે સાથે ભોગ બનનારને સાત લાખનું વળતર ચૂકવવા માટેનો પણ આદેશ કર્યો છે. કોર્ટે આરોપીને 20 વર્ષની સજા અને રૂપિયા 5,000 નો દંડ ફટકાર્યો છે.
આ સાથે જ ભોગ બનનારને સાત લાખ રૂપિયાનું વળતર ચુકવવા માટેનો પણ ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા અલગથી હુકમ ફરમાવેલ છે. આ કેસમાં પૂર્વ ટ્રાફિક કર્મી દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરેલ હોવાની અને મારામારી સહિતની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે અંગેનો કેસ ધોરાજીની સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા આરોપીને સજા, દંડ અને ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, ભોગ બનનારની માતાએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ લખાવેલી હતી કે, તેમની દિકરી સાથે આરોપીએ દુષ્કર્મ આચરેલ છે. જેમાં વર્ષ 2021 માં આરોપી દ્વારા વાડી ખાતે આવી કામની માંગણી કરી હતી. જેમાં આ બાબતને લઈને પોલીસ ફરિયાદ થતાં સગીરાના પિતા અને તેમના બહેન અને આરોપીઓના જૂથના પરિવારો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જે અંગેની તપાસ ધોરાજી પોલીસ સ્ટેશનના જે-તે સમયના પીઆઈ હકુમતસિંહ જાડેજાએ ચલાવી હતી અને આ કેસ અંગેની ચાર્જશીટ ધોરાજીની કોર્ટમાં રજૂ કરતા આ અંગેનો કેસ ધોરાજી કોર્ટમાં ચાલી રહ્યો હતો.
આ કેસમાં આરોપી ભરત મગનભાઈ શેખવા નામના આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને મારામારીના ચાર્જ લાગ્યા હતા. તેમજ તેમના પરિવારજનો વિરુદ્ધ મારામારીના પણ ચાર્જ ફ્રેમ થયા હતા. જેમાં આ અંગેની ટ્રાયલ ચાલી જતા નામદાર અદાલતે ભોગ બનનારની જુબાની, તેમની માતાની જુબાની તેમજ આ કેસમાં સામેલ સાહેદો તેમજ સાયન્ટિફિક એપ્રોચથી થયેલી તપાસને ધ્યાને લઈ આરોપીને ગુનેગાર ઠરાવેલ હતો.
ધોરાજી કોર્ટમાં ચાલેલા આ કેસમાં ભોગ બનનાર દ્વારા નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં જણાવેલ હતું કે, આરોપી દ્વારા તેમને ઘેનની ગોળી આપવામાં આવતી હતી અને સાથે જ ઘરના બધા લોકોના જમવાની અંદર પણ ઘેનની ગોળી ભેળવવા માટેનું કહેવામાં આવતું હતું. ત્યારબાદ આ આરોપી ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરતો હતો. આ કેસમાં સરકાર પક્ષે રોકાયેલ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવી હતી.
આ કેસનો આરોપી જે-તે સમયે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતો હતો. તે પોતાની વગ અને સત્તાનો દુરુપયોગ કરી ખોટી મનમાની ચલાવતો હતો. ત્યારે આ તમામ બાબતોને ધ્યાને રાખી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લાહ શેખ દ્વારા આરોપી ભરત મગનભાઈ શેખવાને 20 વર્ષની સજા અને રૂપિયા 5,000 નો દંડ ફટકારતો હુકમ ફરમાવેલ છે. આ સાથે જ ભોગ બનનારને વળતર માટેની યોજના 2019 ના નિયમો તથા શિડયુલ અનુક્રમ નંબર 9, નિયમ 9.5 તેમજ ફોજદારી કાર્યરીતિ સંહિતા
આ પણ વાંચો: