ETV Bharat / state

ખ્યાતિ કાંડ: કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર, તમામ આરોપીની સાથે પૂછપરછ થશે, 16 કરોડનો હિસાબ મળશે? - KARTIK PATEL REMAND

ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ કે જે છેલ્લા બે મહિનાથી ક્રાઈમ બ્રાન્ચની પકડથી દૂર વિદેશ જઈને છુપાયેલ હતો.

કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર
કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2025, 3:07 PM IST

અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય સૂત્રધાર અને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની ગતરોજ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એક રાત લોકઅપ વિતાવ્યા બાદ આજ રોજ તેને રિમાન્ડ માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટ દ્વારા તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ કે જે છેલ્લા બે મહિનાથી ક્રાઈમ બ્રાન્ચની પકડથી દૂર વિદેશ જઈને છુપાયેલ હતો. ગતરોજ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને આજરોજ તેને રિમાન્ડ માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા તમામ પ્રકારની બંને પક્ષની દલીલો સાંભળીને 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર (ETV Bharat Gujarat)

રિમાન્ડ માટે મૂકવામાં આવ્યા હતા આ અગત્યના મુદ્દાઓ
આ અંગે વાત કરતા ખાસ સરકારી વકીલ વિજય બારોટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરાયેલા આરોપી કાર્તિક પટેલની વિવિધ 12 મુદ્દાઓ સાથે રિમાન્ડની માંગણી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિમાન્ડના મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો કાર્તિક પટેલે સમગ્ર ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડિરેક્ટર અને ચેરમેન તરીકે સેવા આપતો હતો અને તે જ્યારે હોદ્દા ઉપર હતા ત્યારે આ સમગ્ર કૃત્ય તપાસ દરમિયાન મળી આવ્યું હતું.

કાર્તિક પટેલના જ કહેવાથી નકલી ઓડિટ રીપોર્ટ બનાવી હોસ્પિટલને ખોટમાં દર્શાવી
આગળ વાત કરતા ખાસ સરકારી વકીલ વિજય બારોટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હોસ્પિટલના તમામ પ્રકારના આર્થિક વ્યવહારો કાર્તિક પટેલના માધ્યમે જ થતા હતા. તે અંગેની તપાસ કરવાની રહે છે. સાથે - સાથે અગાઉ તપાસ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલનો જે ઓડિટ રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો તે ઓડિટ રિપોર્ટ નુકસાન અને ખોટ કરતા બનાવવામાં આવ્યા હતા, અને આ ઓડિટ રિપોર્ટ કાર્તિક પટેલની સૂચનાઓ દ્વારા બનાવવામાં આવતા હતા. એટલે એ બાબતે પણ તપાસ કરવાની હતી. સાથે આ જે 16 કરોડ 64 લાખ જેટલા રૂપિયા મા યોજના હેઠળ એન્જીયોગ્રાફી અને એન્જીપ્લાસ્ટિકના ઓપરેશન હેઠળ મેળવેલા છે તે રૂપિયાનું ક્યાં-ક્યાં રોકાણ કર્યું છે તે અંગેની તપાસ કરવાની હતી.

અગાઉ પકડાયેલા આરોપીઓને સાથે બેસાડી પૂછપરછ થશે
અને તે વિદેશ ભાગી ગયેલો તો વિદેશમાં તેને કોને-કોને મદદ કરી છે, તેમનો મોબાઇલ ફોન રિકવર કરવાનો છે અને સૌથી અગત્યનો મુદ્દો કે બધા અગાઉ પકડાયેલા આરોપીઓને અને કાર્તિક પટેલને સાથે બેસાડીને પૂછપરછ કરવાની હતી.

રિમાન્ડના મુદ્દાઓ જેના પર હવે રિમાન્ડના દિવસો દરમ્યાન થશે ખુલાસા

  • હોસ્પિટલ કૌભાંડનાં મુખ્ય સૂત્રધાર સાથેના કાર્તિકનાં કનેક્શન અંગે તપાસ કરવાની બાકી હોય આરોપીની હાજરીની જરૂરિયાત
  • હોસ્પિટલના નુકશાન અંગે ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા તે કેવી રીતે કર્યા તે અંગે તપાસ જરૂરી
  • હોસ્પિટલ દ્વારા કેમ્પની પરવાનગી કોણ આપતું તે બાબતે આરોપીની તપાસ કરવી જરૂરી
  • ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કંઈ રીતે મળતી તે અંગે તપાસ જરૂરી
  • કાર્તિક પટેલ દ્વારા કોની કોની મદદથી આ કૌભાંડ આચર્યું તેની તપાસ જરૂરી
  • હેલ્થ વિભાગનું કોણ કોણ સંકળાયેલુ હતું તે અંગે તપાસ માટે આરોપીની હાજરી જરૂરી
  • PMJAY હેઠળ 16 કરોડ 64 લાખનો જે વહીવટ થયો તે પૈસાનું ક્યાં ક્યાં રોકાણ કર્યું તે અંગે તપાસ
  • છેલ્લા 2 મહિનાથી તે વિદેશ ફરાર હતો ત્યાં કોણે કોણે તેની મદદ કરી તે અંગે તપાસ
  • કાર્તિક પટેલનો મોબાઈલ ફોન રિકવર કરવાનો છે

રિમાન્ડ દરમ્યાન થશે અનેક નવા ખુલાસો
આ તમામ દલીલોને ધ્યાન રાખીને દ્વારા તારીખ 28 જાન્યુઆરી 11 વાગ્યા સુધીના કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, આ રિમાન્ડના દિવસો દરમિયાન હવે ક્રાઈમ બ્રાન્ચ તમામ આરોપીઓને એક સાથે બેસાડી અને તમામ પ્રકારની પૂછપરછ કરશે. ત્યારે અનેક નવા ખુલાસાઓ થવાની પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચો:

  1. વર્ષ 2021 ના POCSO કેસનો આવ્યો ચુકાદો: આરોપી પૂર્વ ટ્રાફિક કર્મીને 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો
  2. મધ્યાહન ભોજનના સડેલા ચણાનો વિડીયો થયો વાયરલ, તંત્ર સફાળે જાગ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.