પ્રયાગરાજઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. મહાકુંભના સેક્ટર નંબર 19માં ભીષણ આગ લાગી હતી. આગના કારણે ઘણા ટેન્ટ બળી ગયાના હોવાના અહેવાલ છે. આગના કારણે કુંભમેળા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે.
કેમ્પમાં રાખેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ
જણાવવામાં આવી રહ્યું છે કે, કેમ્પમાં રાખવામાં આવેલા ઘણા સિલિન્ડર બ્લાસ્ટ થયા છે. મેળા વિસ્તારમાં લાગેલી આગ એટલી ભયંકર છે કે તે દૂરથી જોઈ શકાય છે. જેના કારણે મેળામાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘણા ફાયર ટેન્ડરો પણ આગ ઓલવવામાં રોકાયેલા છે. હાલમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી.
#WATCH | Prayagraj, Uttar Pradesh | A fire breaks out at the #MahaKumbhMela2025. More details awaited. pic.twitter.com/pmjsAq9jkA
— ANI (@ANI) January 19, 2025
20થી 25 ટેન્ટ સળગી ગયા
મહાકુંભ ટેન્ટ સિટીમાં ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 20 થી 25 ટેન્ટ બળી ગયાના સમાચાર છે. આગ સ્વસ્તિક ગેટ પાસે અને રેલ્વે બ્રિજની નીચે જ્યાં અખાડા છે ત્યાં લાગી હતી. દરમિયાન ફાયર વિભાગે સેક્ટર 19નો વિસ્તાર સીલ કરી દીધો છે. સિલિન્ડરો હજુ પણ ફૂટી રહ્યા છે. ફાયર વિભાગની અનેક ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
પવનના કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી
ભારે પવનને કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જોરદાર પવનને કારણે બીજા ટેન્ટમાં આગ લાગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટેન્ટમાં રસોઈ બનાવતી વખતે આગ લાગી હતી. આ પછી આગએ ઘણા વધુ ટેન્ટોને લપેટમાં લીધા હતા. રસોડામાં રાખેલા સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે આગ વધુ વિકરાળ બની રહી છે.
આગ પર કાબુ મેળવાયો
આગના કારણે મહાકુંભની ચારે બાજુ ધુમાડાના વાદળો છવાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જો કે જ્યાં આગ લાગી ત્યાંથી ધુમાડો નીકળી રહ્યો છે. ઘણા ટેન્ટ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા છે. મહાકુંભ વિસ્તારમાં લાગેલી આગની નોંધ લેતા સીએમ યોગીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીની સૂચનાથી વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે. આ સાથે જ મુખ્યમંત્રીએ આગમાં દાઝી ગયેલા લોકોને યોગ્ય સારવાર માટે સૂચના આપી છે.
Fire at #MahaKumbhMela2025 | Ravindra Kumar, DM, Prayagraj says, " the fire broke out at 4.30 pm in sector 19 in the tent of gita press. the fire spread to the nearby 10 tents. the police and administration team reached the spot. the fire has been extinguished. there is no… pic.twitter.com/YTx4QjGMF6
— ANI (@ANI) January 19, 2025
ગીતા પ્રેસમાં આગ લાગી
પ્રયાગરાજના ડીએમ રવિન્દ્ર કુમાર મંડેરે જણાવ્યું કે, 4:30 વાગ્યે કુંભ વિસ્તાર સેક્ટર 19ની ગીતા પ્રેસમાં આગની માહિતી મળી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ગીતા પ્રેસની સાથે 10 પ્રયાગવાલ તંબુઓમાં પણ આગ ફેલાઈ હોવાની માહિતી મળી હતી, જેને બુઝાવી દેવામાં આવી છે. સ્થિતિ સામાન્ય છે, કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ પણ વાંચો: