વડોદરા: સમગ્ર દેશમાં નકલીનો સિલસિલો યથાવત છે. અને આવી જ એક નકલીને લઈને ઘટના વડોદરામાં પણ થઈ છે. જિલ્લામાં વધુ એક વખત નકલી પોલીસ ઝડપાઈ છે. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, કપુરાઈ પોલીસે 3 નકલી પોલીસની ધરપકડ કરી છે.
આ નકલી પોલીસે એક યુવકનું અપહરણ કરી તેની પાસે રૂપિયા 10 લાખની માંગણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેમાં નકલી પોલીસે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાંથી આવ્યા છીએ તેવી ઓળખ આપી રૂપિયાની માંગ કરી હતી. પરંતુ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસની ઓળખ આપી યુવકનું અપહરણ: નકલી પોલીસે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી યુવકનું અપહરણ કર્યું હતું. માહિતી અનુસાર જેનું અપહરણ કરવામાં આવ્યું હતું તેનું નામ આશિક મુલ્લા છે. નકલી પોલીસ તેને અમદાવાદ લાવ્યા હતા. ત્યારબાદ તેને ખોટા કેસ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સૌપ્રથમ આરોપીઓએ પહેલા 1.45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવડાવી દીધા હતા. ત્યારપછી ફરિયાદીને અમદાવાદ સુધી લાવ્યા હતા.
જોકે કપુરાઈ પોલીસે CCTVના આધારે 3 આરોપીને ઝડપી પાડયા છે. ઝડપાયેલા આરોપીઓમાં જય મેતીયા, ચિરાગ ચાવડા અને મોહમ્મદ મેમણનો સમાવેશ થાય છે.
નકલી પોલીસના નામ
- જય મેતીયા
- ચિરાગ ચાવડા
- મોહમ્મદ મેમણ
ખોટા કેસ ઉભા કરી ફસાવી દેવાની ધમકી: આરોપીઓએ અપહરણ કરીને યુવકને ખોટા કેસમાં ફસાવી દઈશું તેવી ધમકી આપી હતી. સૌ પ્રથમ રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ, ઝડપાયેલા તમામ આરોપીઓની ઉંમર નાની છે અને તેઓ નકલી પોલીસ બન્યા હતા. સાથે સાથે પોલીસ એ દિશામાં પણ તપાસ હાથધરી છે કે, અગાઉ કોઈ પાસેથી આવી રીતે રૂપિયાની માંગણી તો નથી કરીને. પોલીસે આરોપીના રિમાન્ડ પણ માંગ્યા છે. આ તમામ આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ હાથ ધરી છે.
નકલીના સીલસીલા પર ક્યારે લાગશે લગામ ? છેલ્લા ઘણા સમયથી સમગ્ર ભારતમાં નકલીનો સિલસિલો ચાલી રહ્યો છે. પરિણામે આ બાબતે સરકાર કોઈ કડક પગલાં ભરે અને નકલીના સિલસિલાને અટકાવે તેવી લોકમાં માંગ ઉઠી છે. એટલું જ નહીં પરંતુ હાલ ચર્ચા કરવામાં આવી રહી છે કે, છેલ્લા વર્ષથી પુષ્કળ પ્રમાણમાં સરકારી ક્ષેત્રે નકલીનો સિલસિલો પૂરજોશમાં જોવા મળ્યો છે. એટલે કે ક્યાંકને ક્યાંક મિલી ભગત હોવાને કારણે જ આ નકલીનો સિલસિલો સફળ રહેતો હોય છે. સરકારી ઓફિસોમાં તીસરી આંખ સમાન સીસીટીવી કેમેરા લગાવવામાં આવતા હોય છે. જો તે સક્રિય પણે કાર્યરત રહે તો આ નકલીનો સિલસિલો ઉદ્ભવે જ નહીં.
આ પણ વાંચો: