દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા, દ્વારકા અને આરંભડા ગામ સહિત ઓખા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું છે, ગત 23 ડિસેમ્બર 2024 થી 18 જાન્યુઆરી 2025 એટલે કે કુલ 27 દિવસમાં 73 કરોડ 55 લાખ કિંમતની સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે અને દબાણો દૂર કરાયા છે.
દ્વારકા તાલુકામાં ફુલ ત્રણ ફેસમાં ચલાવાયેલા આ દબાણ ઝુંબેશ દરમિયાન 12,7968 સ્ક્વેર મીટરથી વધુ જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું છે.અધિકારીઓ દ્વારા આ ડિમોલિશન અભિયાનને ત્રણ ફેઝમાં પૂર્ણ કર્યું છે. જેમાં ઓખા-દ્વારકા નગરપાલીકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેવન્યુ હસ્તકના અધિકારીઓ સાથે રહ્યા હતા.
વર્ષોથી સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામો અને ધાર્મિક સ્થળોનું બાંધકામ ઉભુ કરવામાં આવ્યું હતું, જેની રાજ્ય સરકાર દ્વારા નોંધ લેવામાં આવી અને જિલ્લાના રેવન્યુ હસ્તકના અધિકારીઓ અને પોલીસ વડાના માર્ગદર્શન અને સૂચનાઓ મુજબ આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.