અમદાવાદ: અમદાવાદ શહેરમાં અવારનવાર એવા બનાવો બનતા હોય છે, જેમાં લોભામણી લાલચમાં આવીને લોકો પોતાના પૈસાનું રોકાણ કરી દેતા હોય છે અને ક્યારેક ઘણું મોડું થઈ જાય છે ત્યારે તેમને ખબર પડે છે કે તેમની સાથે કોઈ ફ્રોડ થયો છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે જ્યાં 59 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ ફરિયાદીને ખબર પડી કે તેની સાથે એક ફ્રોડ થયું છે.
વોટ્સએપ ગ્રુપમાં જોઇન થતા થઈ જોવા જેવી
અમદાવાદ સાબર ક્રાઇમ એસ.પી હાર્દિક માકડીયા જણાવે છે કે, અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં ફરિયાદીને સોશિયલ મીડિયાના માધ્યમથી એક એવી જાહેરાત મળી હતી કે કોઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવ તો તેમાં તેમને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની ટીપ્સ મળશે. તમને જણાવી દઈએ કે ફરિયાદી જ્યારે ગ્રુપમાં જોડાયા હતા. ત્યારે તે ગ્રુપમાં અલગ અલગ મેમ્બર્સ હતા. જેમના દ્વારા આમની ટીપ્સ ફોલો કરવાથી શેર માર્કેટમાં ઘણો બધો પ્રોફિટ થયો હોય એવા સ્ક્રીનશોટ નાખવામાં આવતા હતા.
પ્રાથમિક તબક્કે ફરિયાદીને મળ્યો હતો પ્રોફીટ
પ્રાથમિક તબક્કે જ્યારે ફરિયાદીએ આમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું ત્યારે તેને પણ પ્રોફિટ મળ્યો હતો, ત્યારબાદ તેમનું એક એકાઉન્ટ ખોલાવીને એક વેબપેજ પર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ફરિયાદી પાસેથી અલગ અલગ રીતે 59 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવીને તેમાં બમણો પ્રોફિટ દેખાડીને વધુ પૈસાની માંગણી કરવામાં આવતી હતી, જ્યારે ફરિયાદી આ એપ ઉપરથી પૈસા ઉપાડવા જાય છે ત્યારે પૈસા ઉપાડતા નથી અને તેને કહેવામાં આવે છે કે કોઈ ટેક્સના નામે કે પછી પેનલ્ટીના નામે વધુ પૈસા ભરો, ત્યારે ફરિયાદીને ખ્યાલ આવ્યો કે તેની સાથે ફ્રોડ થયો છે.
ફ્રોડ થયાની જાણ થતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી
આ અંગેની ફરિયાદ ફરિયાદી દ્વારા મકરસંક્રાંતિના આગલા દિવસે એટલે કે 13 જાન્યુઆરીના રોજ અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે નોંધાવી હતી. ત્યારે સાબર ક્રાઈમ દ્વારા આ અંગે તપાસ કરી કે કયા એકાઉન્ટમાં આ પૈસા વિડ્રો થયા છે. તો એક 20 લાખની રકમ અમદાવાદમાં એક એકાઉન્ટમાં વિડ્રો થઈ છે, આ અંગે વધુ તપાસ કરતાં સાયબર ક્રાઇમ દ્વારા ઉતરાયણના દિવસથી લઈને આ જ દિવસ સુધી અલગ અલગ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
20 લાખ રૂપિયા પરમાર પ્રકાશભાઈ નામની વ્યક્તિના એકાઉન્ટમાં ગયા હતા. તેણે કેશ વિડ્રો કરીને અન્ય સહઆરોપી પ્રિયંક ઠક્કર નામની વ્યક્તિ છે તેની સાથે મળીને આ એકાઉન્ટ અને તેની પ્રોસિડ એક અન્ય ગોવિંદ નામના વ્યક્તિને આપી હતી. આ ગોવિંદ નામના આરોપીની ત્રણ દિવસ અગાઉ જ કચ્છ સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી કેવલ ગઢવીને 37 લાખ કેશ સાથે ઝડપાયો
અને વધુમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એ સામે આવ્યું કે, ફ્રોડના પૈસાને ક્રિપ્ટો કરન્સીમાં બદલીને વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલે છે, ત્યારે સેફ્રોન ટાવરની એક ઓફિસમાં સાબર ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવતા ત્યાંથી અન્ય એક આરોપી કેવલ ગઢવીને 37 લાખની કેશ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
અઢળક ક્રેડિટ કાર્ડ, સીમ કાર્ડ સહિત કેશ કાઉન્ટિંગ મશીન મળી આવ્યું
ઓફિસમાંથી અન્ય ક્રેડિટ કાર્ડ, કેશ અને અન્ય બીજી વિગતો મળીને સૌથી વધુ એકાઉન્ટની વિગતો ત્યાંથી મળી હતી. સાથે ઘણાં બધા સીમકાર્ડ અને એક કેશ કાઉન્ટિંગ મશીન પણ સાબર ક્રાઇમને મળી આવ્યું હતું. અન્ય જે નાસ્તા ભાગતા આરોપીઓના ઘરે રેડ કરતાં સાઈબર ક્રાઇમને અન્ય વધુ 115 જેટલી બેંકના ક્રેડિટ કાર્ડ અને કેશ મળી આવ્યું હતું. સાથે ઘણી અલગ અલગ યુનિવર્સિટીના લેટરપેડ, સ્ટેમ્પ અને માર્કશીટ પણ પણ ત્યાંથી મળી આવી હતી. તે અંગે સાબરક્રાઈમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
ચાર આરોપીઓની ધરપકડ
હાલ પરમાર પ્રકાશ, પ્રિયંક ઠક્કર, અને કેવલ ગઢવીની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને ગોવિંદની કચ્છ સાયબર ક્રાઇમ દ્વારા આમ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળ પણ આ રેકેટ સાથે કેટલા લોકો સંકળાયેલા છે તે અંગેની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: