ETV Bharat / state

ખેડૂતોની જમીન પચાવાનો ચોંકાવનારો ખેલઃ આણંદના ચંદુ મંગળ નામના 29 ખેડૂતોની કલેક્ટરે કેવી રીતે કરી મદદ, જાણો - FARMERS LAND SCAM

આણંદમાં ભળતા નામનો ઉપયોગ કરી 29 ખેડૂતોની જમીનમાં વારસાઈ દાખલ કરાવવાનો કિસ્સો

આણંદના ચંદુ મંગળ નામના 29 ખેડૂતોની કલેક્ટરે કેવી રીતે કરી મદદ
આણંદના ચંદુ મંગળ નામના 29 ખેડૂતોની કલેક્ટરે કેવી રીતે કરી મદદ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 30, 2025, 5:14 PM IST

આણંદઃ આણંદ જિલ્લામાં પિતાના ભળતા નામનો ઉપયોગ કરી ખોટી વારસાઈ કરાવવામાં આવ્યાની ઘટના સામે આવી છે. જિલ્લાના અલગ અલગ 29 જેટલા ખેડૂતોની જમીનમાં નામ દાખલ કરાવી દેવાયાની જાણકારી મળતા ખેડૂતો દ્વારા અપીલ દાખલ કરતા વિસ્તૃત તપાસ બાદ 29 ખેડૂતોની જમીનમાં પડેલ વારસાઈની ફેરફાર નોંધ અને હુકમ રદ્દ કરવા કલેક્ટર દ્વારા હુકમ કરાયો હતો.

29 ખેડૂતોની જમીનમાં ખોટી વારસાઈ

ખેડૂતોની ફરિયાદ પ્રમાણે આણંદ જિલ્લામાં એક સાથે 29 ચંદુભાઈ મંગળભાઈ નામના ખેડૂતોની જમીનમાં અમદાવાદના વ્યક્તિ દ્વારા ખોટી વારસાઈ કરાવી દેવાઈ હતી.જેમાં પોતાના બાપના ભળતા નામનો દૂર ઉપયોગ કરાયો હતો. ચંદુલાલ મંગળદાસ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિના વારસદારોએ ખોટી વારસાઇ કરાવી હતી. 29 અલગ અલગ ચંદુભાઈ મંગળભાઈની જમીનમાં વારસાઈ હક દાખલ થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. જેને લઈ ખેડૂતો દ્વારા અપીલ દાખલ કરવામાં આવી હતી. ગત સપ્ટેમ્બર માસમાં કલેકટર સમક્ષ કેસ ચાલતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

મહેસુલ વિભાગ દ્વારા કાર્યવાહી (Etv Bharat Gujarat)

વારસાઈની ફેરફાર નોંધ રદ્દ કરવા હુકમ

ભળતા નામનો ઉપયોગ કરી ખેડૂતોની જમીન પડાવી લેવાનો મોટો કારસો રચાયો હતો. આણંદ કલેક્ટરની કોર્ટમાં સમગ્ર કેસ ચાલતા મધુસુદન ચંદુલાલ સામે 29 ચંદુ મંગળ નામના ખેડૂતોને સાંભળવામાં આવ્યાં હતાં. જેમાં ઊંડાણપૂર્વકની તપાસ બાદ સમગ્ર અપીલ કેસ મામલે કલેકટરે ચુકાદો આપ્યો હતો. જેમાં 29 ખેડૂતોની જમીનમાં પડેલ વારસાઈની ફેરફાર નોંધ અને હુકમ રદ્દ કરવા હુકમ કર્યો હતો. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ 29 ખેડૂતોને આપ્યો ન્યાય હતો.

આણંદના કલેક્ટરે કર્યો હુકમ
આણંદના કલેક્ટરે કર્યો હુકમ (Etv Bharat Gujarat)

ભળતા નામનો દૂર ઉપયોગ કરી આ કામગીરી કરી હતી: કલેક્ટર

આ બાબતે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યુ હતું કે, આણંદ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી ઘણા બધા સર્વે નંબરમાં ચંદુ મંગળ ખાતેદાર તરીકે નામ હતા. આવા તમામ સર્વે નંબરમાં 2022 પહેલા એક વ્યક્તિ તરફથી ઓનલાઈન વારસાઈ કરવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ભળતા નામનો દૂર ઉપયોગ કરીને આ કામગીરી કરવામાં આવી છે આવું જણાય છે. જ્યારે 135 ડી ની નોટિસ બજવાઈ ત્યારે તમામ ખાતેદારોને જાણ થઈ કે આ વારસાઈ ખોટી રીતે થઈ છે. મામલતદાર કચેરીમાં વાંધો રજૂ કરીને આવી તમામ નોંધો નામંજૂર થયેલી હતી, પછી અપીલ નાયબ કલેક્ટરને ત્યાં જે વ્યક્તિએ આ વારસાઈ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો એમના તરફથી અપીલ કરવામાં આવી હતી. જે બધી નામંજૂર થઈને આવી તમામ કેસોને એકસાથે સુનાવણી રાખી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ જે લાગ્યું અને તમામ ઘણા બધા ચંદુ મંગળ જેવી વારસાઈ અત્યારે કરાવીને પ્રયત્ન કરવામાં આવ્યાં છે. આવા હયાત ચંદુ મંગળને લઈને અહી દસથી બાર ચંદુ મંગળ પણ કોર્ટમાં હાજર હતા. આ કેસમાં તમામ લોકોને અપીલ છે કે, 135 ડી ની નોટિસ જ્યારે બજે છે ત્યારે તાત્કાલિક કોઈ તમને કોઈ વાંધો હોય તો સમય મર્યાદામાં વાંધો રજૂ કરવો જોઈએ. આણંદ જિલ્લાના મહેસૂલી તંત્રના તમામ અધિકારી કર્મચારીઓની કામગીરી પણ આમાં બિરદાવવા જેવી છે. જ્યારે આ ઓનલાઈન નોંધ પડી ત્યારે ખરાઈ કર્યા સિવાય પ્રમાણિત નહીં કરી અને 135 ડી ની નોટિસ વ્યવસ્થિત બજવણી, જેનાથી આ નોંધને અટકાવી શક્યા હતા.

આણંદના ચંદુ મંગળ નામના 29 ખેડૂતોની જમીનમાં વારસાઈ
આણંદના ચંદુ મંગળ નામના 29 ખેડૂતોની જમીનમાં વારસાઈ (Etv Bharat Gujarat)
  1. ગત વર્ષની માંગ આ વખતના બજેટમાં પણ યથાવત, શું છે શિપબ્રેકિંગ એસોસિએશનની રજૂઆત
  2. મહાકુંભમાં વિખૂટા પડેલા બનાસકાંઠાના આધેડનો પરિવાર સાથે મેળાપ, ભાગદોડની ઘટના બાદ થયાં હતા ગુમ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.