અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 142 રને હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી છે. ભારતના 357 રનના જવાબમાં ઈંગ્લેન્ડની આખી ટીમ 34.2 ઓવરમાં 214 રન પર જ સિમિત થઈ ગઈ હતી. જેના કારણે ભારત વનડેમાં ઈંગ્લેન્ડ સામે બીજી સૌથી મોટી જીત નોંધાવવામાં સફળ રહ્યું. ઈંગ્લેન્ડ સામે ભારતની સૌથી મોટી જીત 158 રનની છે જે તેણે રાજકોટમાં હાંસલ કરી હતી. જીત બાદ Etv ભારતના સવાલ પર
ઈંગ્લેન્ડ સામે ભારતની સૌથી મોટી ODI જીત (રનથી)
158 રન રાજકોટ 2008
142 રન અમદાવાદ 2025
133 રન કાર્ડિફ 2014
127 રન કોચી 2013
હૈદરાબાદ 2011માં 126 રન
આ પહેલા ભારત તરફથી ગિલે સદી ફટકારી હતી જ્યારે કોહલી અને અય્યરે અડધી સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડ માટે આદિલ રાશિદ સૌથી સફળ બોલર હતો, તેણે 10 ઓવરમાં 64 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
ON A ROLL!
— BCCI (@BCCI) February 12, 2025
For his excellent knock of 112 runs, @ShubmanGill is adjudged Player of the Match.
Scorecard - https://t.co/S88KfhG7gQ… #INDvENG @IDFCFIRSTBank #TeamIndia pic.twitter.com/u8ahP11nbm
મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને તેનો નિર્ણય સાચો સાબિત થયો જ્યારે રોહિત શર્માના રૂપમાં ભારતની પ્રથમ વિકેટ માત્ર 6 રનના સ્કોર પર પડી. છેલ્લી મેચમાં સદી ફટકારનાર રોહિત માત્ર એક રન બનાવી શક્યો હતો.
𝐂𝐋𝐄𝐀𝐍 𝐒𝐖𝐄𝐄𝐏
— BCCI (@BCCI) February 12, 2025
Yet another fabulous show and #TeamIndia register a thumping 142-run victory in the third and final ODI to take the series 3-0!
Details - https://t.co/S88KfhFzri… #INDvENG @IDFCFIRSTBank pic.twitter.com/ZoUuyCg2ar
જીત બાદ ગંભીરે શું કહ્યું? ઇંગ્લેન્ડ સામેની આ સિરીઝ સારી રહી હતી. અમે ગેમ પ્લાનથી જ રમ્યા. બધા ખેલાડીઓને તક આપી શક્યા. અમારે ક્લીન સ્વીપ જોઈતી હતી. મહમદ શમી પરત ફર્યા એ સારો ફાયદો રહ્યો. ચેમ્પિયન ટ્રોફીમાં અને વરુણ ચક્રવર્તીથી બોલિંગ પાવર વધાર્યો. મિડલ ઓવરમાં વરુણ સારુ પર્ફોર્મ કરી શકશે. તેને બીજા દેશોએ ફેસ કર્યો નથી. આવી ટુર્નામેન્ટમાં એક બોલર વધુ હોયએ ફાયદા કારક બને છે. આ વખતે આપણા બોલિંગ અટેકમાં જસપ્રીત બુમરાહ નથી પણ બોલિંગમાં મહંમદ શમી, અર્ષદીપ, હર્ષિત રાણા માટે સારી તક છે. આ ત્રિપુટી બોલિંગમાં ઇમ્પેક્ટ બતાવી શકશે. શ્રેયસ ઐયર તેના પ્રદર્શન થકી ટીમમાં જગ્યા બનાવી છે. કે. એલ રાહુલ સારો વિકેટ કિપર છે. Etv bharat નો પ્રશ્ન હતો કે, હવે ભારતીય ટીમના સ્કોરમાં બાઉન્ડરીનું યોગદાન વધુ હોય છે, ટીમના ટોટલમાં સિંગલ અને ડબલ ઓછા હોય, શું આ કોઈ ટીમની સ્ટ્રેટેજી છે? તેના જવાબમાં ગૌતમ ગંભીરે કહ્યું, હવે બે છેડે બોલ હોય છે. બોલ 40 ઓવર સુધી જૂનો થતો નથી. પાવર પ્લેમાં ફિલ્ડ રિસ્ટ્રીક્શનથી ફિલ્ડરના માથેથી શોટ મારી મોટો સ્કોર કરીએ છીએ. અમે બાઉન્ડ્રીઝ થકી મોટો સ્કોર ખડક્યો છે તો મોટો સ્કોર પણ ચેઝ કર્યો છે.
Captain @ImRo45 is presented the winners trophy by ICC Chairman, Mr @JayShah as #TeamIndia clean sweep the ODI series 3-0 👏👏
— BCCI (@BCCI) February 12, 2025
#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/1XaKksydw9
ગૌતમ ગંભીરની આ પ્રથમ વનડે શ્રેણી જીત છે
બોલરોના શાનદાર પ્રદર્શન અને શુભમન ગિલ, શ્રેયસ અય્યર અને વિરાટ કોહલીની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતે ODI શ્રેણીમાં ઈંગ્લેન્ડને ક્લીન સ્વીપ કર્યું હતું. આનાથી ઈંગ્લેન્ડ સામે ભારતની ઘરઆંગણે સફેદ બોલની શ્રેણીનું સફળ સમાપન થયું, જેમાં ભારતે T20માં 4-1 અને ODIમાં 3-0થી જીત મેળવી. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પ્રથમ વનડે શ્રેણી જીત છે.
શુભમન ગિલ પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝ રહ્યો હતો
ગીલને ત્રીજી મેચમાં શાનદાર 112 રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે ત્રણ મેચની સીરીઝમાં બે અડધી સદી અને એક સદી ફટકારવા બદલ તેને પ્લેયર ઓફ ધ સીરીઝનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ગિલે પ્રથમ મેચમાં 87 રન, બીજી મેચમાં 60 રન અને ત્રીજી મેચમાં 112 રન બનાવ્યા હતા.
Dominant India seal a thumping 3-0 series sweep ahead of the #ChampionsTrophy 💥#INDvENG 📝: https://t.co/XiJhARNt87 pic.twitter.com/cwptJEbsQL
— ICC (@ICC) February 12, 2025
ભારત vs ઈંગ્લેન્ડ ત્રીજી ODI મેચ
મેચની વાત કરીએ તો 357 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટ અને ફિલ સોલ્ટે શાનદાર શરૂઆત કરી હતી. ડકેટે અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા સામે આક્રમક વલણ અપનાવ્યું અને પાંચમી ઓવરમાં અર્શદીપના બોલ પર સતત ચાર ચોગ્ગા ફટકાર્યા. ઈંગ્લેન્ડે માત્ર 5.2 ઓવરમાં 50 રનનો આંકડો પાર કરી લીધો હતો. અર્શદીપે 60 રનની ઓપનિંગ ભાગીદારી તોડી અને ડકેટને 22 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 34 રન બનાવીને આઉટ કર્યો.
સોલ્ટે 21 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા. અર્શદીપે બંને ઓપનરને આઉટ કર્યા અને 8.4 ઓવરમાં સ્કોર 80/2 થઈ ગયો. જો રૂટ સાથે ટોમ બેન્ટન પાંચ વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યા. ઈંગ્લેન્ડે 13.3 ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી લીધો હતો. બેન્ટન કુલદીપ યાદવના બોલ પર કેએલ રાહુલના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. તેણે 41 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા.
18 ઓવરમાં ઈંગ્લેન્ડનો સ્કોર 126/3 હતો. આ પછી, રૂટ (29 બોલમાં બે ચોગ્ગાની મદદથી 24 રન) અક્ષરે આઉટ થયો હતો. અક્ષરે ગુસને આઉટ કર્યો અને 19 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી તેની 38 રનની શાનદાર ઇનિંગનો અંત કર્યો. ઈંગ્લેન્ડની આખી ટીમ 34.2 ઓવરમાં 214 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના તમામ બોલરોને વિકેટ મળી હતી.
આ પહેલા ભારતે શુભમન ગિલની શાનદાર સદી અને વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે આદિલ રાશિદ સૌથી સફળ બોલર હતો, તેણે 10 ઓવરમાં 64 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.