થાન નગર પાલિકાની ચૂંટણીના પ્રચાર માટે, આપ નેતા ગોપાલ ઇટાલીયા પહોંચ્યા - SURENDRANAGAR MUNICIPAL ELECTION
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/640-480-23544093-thumbnail-16x9-ppp.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Feb 14, 2025, 6:34 PM IST
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરની થાન નગર પાલિકાની ચૂંટણીમાં આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા રેલીમાં જોડાયા હતા. ગોપાલ ઇટાલીયાએ જાહેર સભાને પણ સંબોધી હતી અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, થાન નગરપાલિકામાં કોંગ્રેસનો ક્યાંય અસ્તિત્વમાં જ નથી અને ભાજપ હાલ આમ આદમી પાર્ટી થી ડરી ગઈ હોય તે રીતે મંત્રી, ધારાસભ્યો, સાંસદ અને નેતાઓનો ઉતર્યા પ્રચારમાં હોય તેવા આક્ષેપો કર્યા હતા. ભાજપ શાસનથી થાનના સ્થાનિક લોકો રોડ રસ્તા ગટર સહિતની સમસ્યાઓથી ત્રસ્ત છે. ભાજપને હરવા માટે આમ આદમી પાર્ટીના સમર્થનમાં જંગી બહુમતીથી મતદાન કરી અને જીતાડી અને નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની બોડી બનવા જઈ રહી છે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.