ETV Bharat / state

આજે પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે મતદાન, 18 ફેબ્રુઆરીએ પરિણામ - VOTING FOR PANCHAYATS

આજે ગુજરાતની પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં 1962 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચે સુચારૂ વ્યવસ્થા કરી છે.

આજે પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે મતદાન
આજે પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે મતદાન (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 16, 2025, 5:01 AM IST

ગાંધીનગર: આજે ગુજરાતની પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં 1962 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે 10,439 પોલીસને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે મતદાન માટે 36.71 લાખ મતદારોને મતધિકારનો હક મળ્યો છે, જે 10,168 ઉમેદવારોમાંથી 1982 ઉમેદવારોને ચૂંટી કાઢશે.

રાજ્યમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી રવિવાર કુલ 4,033 મતદાન મથકો ઉપર યોજાઈ રહ્યું છે, જે પૈકી કાયદો- વ્યવસ્થાની દ્રષ્ટીએ 836 મથકો સંવેદનશીલ અને 153 મથકો અતિ સંવેદનશીલ છે. પરિણામે મતદાન ન્યાયી અને યોગ્ય તેમજ અનિચ્છનીય બનાવ વગર પાર પાડવા કુલ 10,439 પોલીસ સ્ટાફનું ડિપ્લોય કરવામાં આવ્યા છે.

સંવેદનશીલ અને અંતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર વધારાના પોલીસ ફોર્સ સાથે પોલીસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરાઈ છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 15 પૈકી 13 વોર્ડની 52 બેઠકો ઉપર સામાન્ય ચૂંટણી થઈ રહી છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ-7, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ-3 અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશની ત્રણ બેઠકો પર પેટાચૂંટણી તેમજ 66 નગરપાલિકાઓની 1844 પૈકી 1677 બેઠકો ઉપર સામાન્ય ચૂંટણી અંતર્ગત બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની કુલ 72 પૈકી 49 બેઠકો ઉપર મધ્યસત્ર ચૂંટણી, જિલ્લા પંચાયતોની 9 પૈકી 8 બેઠકો ઉપર પૈટાચૂંટણી, ગાંધીનગર-કઠલાલ-કપડવંજ તાલુકા પંચાયતોની 78 બેઠકો માટે સામાન્ય ચૂંટણી, 2 નગરપાલિકાની 21 પૈકી 19 બેઠકો ઉપર પૈટાચૂંટણી તેમજ તાલુકા પંચાયતોની 91 પૈકી 76 બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાવાની છે.

આમ કુલ 1962 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે કુલ 213 બેઠકો બિનહરીફ થઈ છે અને 3 બેઠકો ઉપર ચૂંટણી રદ થઈ છે, જ્યારે કુલ 10,168 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં જંગ લડી રહ્યા છે. કુલ 36,71,449 મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જે પૈકી 18,73,213 પુરૂષ મતદારો અને 18,01,184 સત્રી મતદારો તેમજ 129 ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયા છે.

આ ચૂંટણીમાં કુલ 173 ચૂંટણી અધિકારીઓ, 174 મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ 23,640 પોલિંગ સ્ટાફ ફરજ પર તૈનાત કરાયા છે. તમામ મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. આ તમામ બેઠકો પરની મતગણતરી આગામી 18મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

  1. આવતીકાલે જૂનાગઢ મનપા સાથે જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણી, વહીવટી તંત્રએ કામગીરી પૂર્ણ કરી
  2. મતદાન ન કરી શકવાનો વસવસો, પાક.માંથી જૂનાગઢમાં લગ્ન કરીને ભારતીય બનેલા મહિલા મતદારની ઈચ્છા રહી અધુરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.