મલપ્પુરમ: કેરળના મલપ્પુરમમાં એરિકોડ નજીક એક ફૂટબોલ મેદાનમાં ફટાકડા ફાટવાથી 30 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાથી આસપાસના લોકો એન ગભરાઈ ગયા હતા. ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
ANI ની એક રિપોર્ટ અનુસાર, એક ફૂટબોલ મેદાનમાં મેચથી પહેલા ઓપનિંગ સેલિબ્રેશન દરમિયાન ફટકડાઓના જથ્થામાં વિસ્ફોટ થયો હતો. જેના પરિણામે મેદાનમાં ભાગદોડ મચી ગઈ હતી. આ દરમિયાન નાસભાગના પગલે પણ કેટલાક લોકો ઇજાગ્રસ્ત થાય હતા. મેચ ઓપનિંગ સેલિબ્રેશન માટે ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. જે દરમિયાન ફૂટેલ ફટાકડાની ચિનગારી ફટાકડાના જથ્થા સુધી પહોંચતા આ ઘટના બની હતી. માહિતી અનુસાર ઇજાગ્રસ્ત લોકોની સ્થિતિ હાલ સ્થિર છે.
Kerala | More than 30 people were injured due to firecrackers near Areekode in Malappuram district of Kerala. The incident took place in a football ground where firecrackers were used before the start of a football match. The firecrackers burst and spread into the ground, where…
— ANI (@ANI) February 18, 2025
મળતી માહિતી અનુસાર, કોઈએ પણ ગંભીર ઇજા થઈ નથી. આ મેચ ફાઇનલ હતી જેના કારણે ફટાકડાથી સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં કેરળના કાસરગોડ જિલ્લામાં નિલેશ્વરમાં પાસે એક મંદિર ઉત્સવ દરમિયાન ફટાકડા ફોડવાની દુર્ઘટનામાં 150 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં પણ ફાટેલા ફટાકડામાંથી નીકળેલી ચિનગારી ફટાકડાના જથ્થા સુધી પહોંચતા ભારે આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. ખુશીનો આ કાર્યક્રમ ઉદાસીનતામાં ફેરવાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ઘણા બાળકો અને મહિલાઓ સામેલ હતા.
આ પણ વાંચો: