અમદાવાદ : આજે 16 ફેબ્રુઆરી, રવિવારના રોજ ચંદ્ર સિંહ રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્ર આજે સિંહ રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આર્થિક અને વ્યાવસાયિક રીતે આજનો દિવસ લાભદાયી હોવાનું જણાઈ રહ્યું છે. આર્થિક લાભ મળશે. લાંબાગાળાનું નાણાંકીય આયોજન પણ કરી શકશો. શરીર અને મનથી સ્વસ્થ રહેશો. મિત્રો અને કુટુંબના સ્વજનો સાથે ખૂબ આનંદમાં દિવસ પસાર થાય. વધારે લોકો સાથે સંપર્કમાં રહેવાનું થાય. વેપારીઓ તેમના વેપારનું વિસ્તરણ અને આયોજન કરી શકશે. લોકહિતનું કાર્ય આપના હાથે થશે.
વૃષભ: ચંદ્ર આજે સિંહ રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. વિચારોની વિશાળતા અને વાણીનો જાદૂ આજે અન્યને પ્રભાવિત અને મંત્રમુગ્ધ કરશે. લોકો સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. બૌદ્ધિક ચર્ચા કે વાદવિવાદમાં સફળતા મળશે. વાંચન લેખનમાં અભિરૂચિ વધશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. મહેનતના પ્રમાણમાં ઓછી સફળતા મળવા છતાં નિષ્ઠાપૂર્વક આપ આગળ વધશો. પાચનતંત્રની સમસ્યાથી તબિયત બગડવાની શક્યતા છે.
મિથુન: ચંદ્ર આજે સિંહ રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજે આપને વૈચારિક સ્થિરતા રાખવાની ખાસ સલાહ છે કારણ કે તમારા મનમાં એક સાથે સંખ્યાબંધ વિચારો ચાલતા હોવાથી કોઈપણ બાબતે નિર્ણય લેવામાં પાછા પડો તેવી શક્યતા છે. વધારે પડતી સંવેદનશીલતા મનને આળું બનાવી શકે છે. માતા કે સ્ત્રીવર્ગ પ્રત્યે વધુ સંવેદનશીલતા અનુભવાય. બૌદ્ધિ ચર્ચાઓનો પ્રસંગ બને. વાદવિવાદ ટાળવો. કૌટુંબિક કે જમીનજાયદાદ અંગેની ચર્ચા આજે ન કરવાની સલાહ આપવામાં આવે છે. સ્વજનો કે સ્નેહીઓ સાથે મનદુ:ખ થાય. સ્વસ્થ નિદ્રાનો અભાવ રહે. આજે પ્રવાસ ન કરવો.
કર્ક: ચંદ્ર આજે સિંહ રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજે કાર્ય સફળતા આપની રાહ જોઇ રહી છે, આના કારણે આપનો આનંદ ઉત્સાહ બમણો થશે, મન તાજગી અને પ્રફુલ્લતા અનુભવે. મિત્રો, સગાંસંબંધીઓ સાથે મુલાકાત અને પ્રવાસ પર્યટન જવાનો કાર્યક્રમ ઘડાય. ભાગ્યનો પ્રબળ સહકાર આપને મળશે. કાર્યક્ષેત્રે હરીફોના હાથ હેઠા પડશે.
સિંહ: ચંદ્ર આજે સિંહ રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આપના દૂર રહેતા મિત્રો અને સ્નેહીઓ સાથેની વાતચીત લાભપ્રદ રહેશે. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાઇ રહેશે. સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્તિ મેળવી શકશો. વાણી દ્વારા કોઇનું મન જીતી શકશો. આપને ધારણા પ્રમાણે કામમાં સફળતા મેળવવા માટે થોડી મહેનત પણ વધારવી પડશે. માત્ર ભાગ્યના ભરોસે રહેવું નહીં. વધુ પડતી યોજના અને વિચારો આપની માનસિક મુંઝવણમાં વધારો કરશે. આપને સ્ત્રી મિત્રોથી મદદ મળી રહેશે.
કન્યા: ચંદ્ર આજે સિંહ રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. વૈચારિક સમૃદ્ધિ અને વાણીની મોહકતાથી આપ લાભ અને સુમેળભર્યા સંબંધો વિકસાવી આપનું કામ કઢાવી શકશો. વ્યવસાયની દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી નીવડે. આપનું આરોગ્ય જળવાશે તથા મન પણ સ્વસ્થ રહેશે. સગાંસ્નેહીઓ સાથે મુલાકાત થાય અને સુખઆનંદની પ્રાપ્તિ થાય. ધન લાભ તેમજ પર્યટનના યોગ છે.
તુલા: ચંદ્ર આજે સિંહ રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજે આપે આરોગ્યની વિશેષ કાળજી લેવી પડશે. માનસિક સ્વસ્થતા માટે મેડિટેશન અને ઈશ્વરના સ્મરણનો સહારો લઈ શકો છો. અવિચારી અને બેફામ વલણ ટાળવું અન્યથા આફત વધશે. વાણી પર સંયમ રાખવો પડશે, નહીં તો કોઇ સાથે ઝઘડો ટંટો થવાની સંભાવના નકારી શકાય નહીં. મોજશોખ અને મનોરંજન પાછળ ધનખર્ચ થાય. આ સમયે આધ્યાત્મિક વલણ સહાયરૂપ બનશે.
વૃશ્ચિક: ચંદ્ર આજે સિંહ રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. આપને આજે ધંધા અને વ્યવસાયમાં લાભ થઇ શકે છે. આપ મિત્રો, સગા અને વડીલો તરફથી લાભ મેળવી શકશો. આપ સમાજમાં લોકો સાથે મિલન-મુલાકાત, પ્રવાસ તેમજ બીજા પ્રસંગોમાં હાજરી આપશો. આપનું શરીર અને મન આનંદથી ભરપૂર રહેશે. આપની આવકના સ્રોતમાં વધારો થશે. કુંવારા હોય તેમને લગ્નનો પ્રસ્તાવ મળવાની શક્યતા છે. આપને લગ્ન જીવનમાં આનંદનો અનુભવ થશે.
ધન: ચંદ્ર આજે સિંહ રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે આપની યશ, કિર્તી, પ્રતિષ્ઠામાં વધારો થશે. કાર્યક્ષેત્રે ઉપરી અમલદારો ખુશ રહેતાં બઢતીની શક્યતાઓ વધે. તંદુરસ્તી જળવાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. પિતા તરફથી તેમજ સરકાર તરફથી લાભ મળે. આર્થિક આયોજનો સારી રીતે પાર પડે. વેપાર ધંધાર્થે પ્રવાસ થાય. અન્ય લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશો. દાંપત્યજીવનમાં મધુરતા રહે.
મકર: ચંદ્ર આજે સિંહ રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આપનો આજનો દિવસ મિશ્ર ફળ આપનારો બની રહેશે. આપ આપના વ્યવસાયમાં તેમજ કાર્યોમાં નવા વિચારો અમલમાં મુકશો. આપની સર્જનશીલતા આપ લેખન અને સાહિત્યની પ્રવૃત્તિઓ દ્વારા બહાર લાવશો. છતાં આપને માનસિક અસ્વસ્થતાનો અનુભવ થશે. આપને શરીરમાં સ્ફૂર્તિનો અભાવ વર્તાશે. સંતાનોની ચિંતા રહ્યા કરે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કે દલીલમાં ન પડો તે હિતાવહ છે.
કુંભ: ચંદ્ર આજે સિંહ રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. નકારાત્મક વિચારો દૂર રહેવાની સલાહ છે. આ સમયે માનસિક ઉદ્વેગ અને ક્રોધની લાગણી છોડશો નહીં તો તમારા પરફોર્મન્સ પર નબળી અસર પડી શકે છે. ખર્ચ વધશે. વાણી પર સંયમ નહીં રાખો તો પરિવારમાં કોઈની સાથે મનદુ:ખ થઈ શકે છે. આરોગ્યની પણ વિશેષ કાળજી લેવી. શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળવી તેમજ વાહન શાંતિથી ચલાવવું. ઇશ્વરનું નામ સ્મરણ અને આધ્યાત્મિક વાંચન આપને માનસિક શાંતિ આપશે.
મીન: ચંદ્ર આજે સિંહ રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે વેપારીઓ માટે ખૂબ ઉજળી તકો જુએ છે. વ્યવસાયમાં ભાગીદારી કરવા માટે પણ શુભ સમય છે. સાહિત્ય સર્જકો, કલાકારો અને કસબીઓ પોતાની સર્જનાત્મકતા નિખારી શકશે, અને કદર પામશે. પાર્ટી પિકનિકના માહોલમાં મનોરંજન માણી શકશો. દાંપત્યજીવનનો ભરપૂર આનંદ માણી શકશો. નવા વસ્ત્રો આભૂષણો કે વાહનની ખરીદી થાય.