અમદાવાદમાં મળી ભાજપની કાર્યશાળાઃ સદસ્યતા અભિયાન વેગવાન કરવા નેતૃત્વ મેદાને - BJP MEMBERSHIP CAMPAIGN
🎬 Watch Now: Feature Video


Published : Nov 7, 2024, 9:15 PM IST
અમદાવાદઃ અમદાવાદમાં આજે ગુરુવારે ભાજપની કાર્યશાળા મળી હતી. સદસ્યતા અભિયાનને વેગવાન કરવા માટે ભાજપનું નેતૃત્વ એક્ટિવ બન્યું હતું. આજે અમદાવાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપનના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિસ્તારમાં આવેલા દિનેશ હોલ ખાતે આજે ગુરુવારે સાંજે અમદાવાદ મનપા અને જિલ્લા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ, ભાજપ પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડ અને અમદાવાદ મહાનગર ચૂંટણી અધિકારી પ્રદિપ ખીમાણીએ હાજરી આપી હતી. ઉપરાંત વોર્ડ પ્રમુખ અને કોર્પોરેટર્સ પણ હતા જેઓ કાર્યશાળાને માહિતગાર કરશે.
ઉલ્લેખનીય છે કે ભાજપે કાર્યકરોને સક્રિય સભ્ય માટે 100 સદસ્યો બનાવવાનો ટાસ્ક આપ્યો હતો. જેમણે આ સદસ્યો બનાવ્યા તેમને સક્રિય સભ્ય નોંધણી માટેની કાર્યવાહી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ સદસ્યતા અભિયાનને પૂર્ણ કરવા માટે ભાજપનું નેતૃત્વ એક્ટિવ બન્યું હતું.