ઝારખંડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારનમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જોકે અહીંથી પરત જતા સમયે તેમના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેમને ઝારખંડના દેવઘર એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું. જેના કારણે તેમના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો. જ્યારે ટેક-ઓફ પહેલા પ્લેનની નિયમિત તપાસ કરવામાં આવી ત્યારે પ્લેનમાં કેટલીક ટેકનિકલ ખામી જોવા મળી હતી, જેના કારણે પ્લેનને દેવઘર એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યું હતું. આ પછી એન્જિનિયરોની વિશેષ ટીમે વિમાનની તપાસ કરી અને તેને રિપેર કરવાના પ્રયાસો હાથ ધર્યા. જો કે, જ્યારે વધુ સમય લાગવા લાગ્યો ત્યારે પીએમ માટે અન્ય પ્લેન મંગાવવામાં આવ્યું હતું.
प्रधानमंत्री नरेन्द्र मोदी के विमान में तकनीकी खराबी आ गई, जिसके कारण विमान को देवघर हवाई अड्डे पर ही रुकना पड़ा, जिससे उनकी दिल्ली वापसी में कुछ देरी हो गई। pic.twitter.com/46zvXaxe5R
— ANI_HindiNews (@AHindinews) November 15, 2024
દેવઘર એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લેનમાં ટેક્નિકલ ખામીના કારણે તેમને લગભગ 2 કલાક સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી હતી. વડાપ્રધાન એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા માટે જમુઈ ગયા હતા. જ્યારે તે હેલિકોપ્ટર દ્વારા દેવઘર એરપોર્ટથી પરત ફર્યા ત્યારે ક્રૂ મેમ્બરે જાણ કરી કે તેમના પ્લેનમાં કંઈક ગરબડ છે. આ પછી તેમનું પ્લેન દેવઘર એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું અને દિલ્હીથી બીજું પ્લેન મંગાવવામાં આવ્યું જ્યાંથી પીએમ દિલ્હી જવા રવાના થયા.
પીએમ મોદી બિહારના જમુઈથી દેવઘર પહોંચ્યા હતા
પીએમ મોદીએ બિહારના જમુઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જે ઝારખંડના દેવઘર એરપોર્ટથી 80 કિમી જેટલું દૂર છે. જે બાદ તેઓ દેવઘર એરપોર્ટ પહોંચ્યા જ્યાંથી તેમણે દિલ્હી માટે ઉડાણ ભરવાની હતી. પરંતુ પ્લેનમાં ટેકનિકલ ખામીના કારણે પીએમ લગભગ એક કલાક સુધી દેવઘર એરપોર્ટ પર જ હતા. પીએમએ બિહારમાં એક બેઠક યોજી હતી અને બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત આદિવાસી ગૌરવ દિવસમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે લગભગ 6 હજાર 640 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
આ પણ વાંચો: