કરાચી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ગુરુવારે, 20 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચના લાઈવ પ્રસારણ દરમિયાન દર્શાવવામાં આવેલા ટુર્નામેન્ટના લોગોમાંથી દેશનું નામ ન હોવા બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે.
PCB સૂત્રોના જણાવ્યા અનુસાર, ICC એ ભૂલ સ્વીકારી છે અને ખાતરી આપી છે કે, યજમાન દેશની મેચોમાં દર્શાવવામાં આવેલ સમાન પ્રસારણ ગ્રાફિકનો તે દુબઈમાં બધી મેચોમાં પાકિસ્તાનના નામ સાથે ત્રણ-લાઇનનો લોગોનો ઉપયોગ કરશે. ભારત જો સેમી-ફાઇનલ અને ફાઇનલમાં પહોંચે તો તે સહિતની તેની બધી મેચને હાઇબ્રિડ મોડેલના ભાગ રૂપે દુબઈમાં રમશે.
PTIએ PCBના એક સૂત્રને જણાવ્યું હતું કે, "હા, એ વાતની પુષ્ટિ થઈ છે કે PCB એ ICC ને પત્ર લખ્યો છે, અને ICC એ PCB ને ખાતરી આપી છે કે તેઓ દુબઈની બધી મેચોમાં પાકિસ્તાનના નામ સાથે ત્રણ-લાઇનના લોગોનો ઉપયોગ કરશે - જે બ્રોડકાસ્ટ લોગો ગ્રાફિકનો ઉપયોગ 19 અને 21 ફેબ્રુઆરીના રોજ કરાચી મેચોમાં કરવામાં આવ્યો હતો."
PTIના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ICCએ અનૌપચારિક રીતે પીસીબીને કહ્યું હતું કે, તે એક ટેકનિકલ ભૂલ હતી.
ભારત-બાંગ્લાદેશ મેચ દરમિયાન, પ્રસારણના ઉપરના ડાબા ખૂણામાં લોગો પર ફક્ત ઇવેન્ટનું નામ - ચેમ્પિયન્સ ટ્રોફી 2025 - હતું, પરંતુ યજમાન દેશ પાકિસ્તાન નહીં. ટુર્નામેન્ટમાં યજમાનનું નામ અથવા લોગો હોવો સામાન્ય પ્રથા છે.
ભારતે તે મેચમાં બાંગ્લાદેશ સામે છ વિકેટથી હરાવીને જીત મેળવી હતી, જે મોહમ્મદ શમીની ઐતિહાસિક પાંચ વિકેટ અને શુભમન ગિલની આઠમી વન-ડે સદીને કારણે આ જીત મળી હી. જે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પ્રથમ મેચ હતી.
ખાસ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટેના ગ્રાફિક્સ યુકે સ્થિત સનસેટ એન્ડ વાઈન દ્વારા આઈસીસીની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે, અને તેને પહેલાથી અને લાઈવ ફીડ દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે. રવિવારે દુબઈમાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીના મુકાબલા પહેલા આ મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો.
આ પણ વાંચો: