તાપી: વાલોડના તિતવા ગામે મિંઢોળા નદીમાંથી મળી તબીબની લાશ, આત્મહત્યા કરી હોવાની આશંકા - DOCTORS BODY FOUND IN RIVER
🎬 Watch Now: Feature Video
Published : Nov 5, 2024, 3:30 PM IST
તાપી: જિલ્લાના વાલોડ તાલુકાના તિતવા ગામેથી પસાર થતી મિંઢોળા નદીમાંથી એક તબીબની લાશ મળી આવી હતી. મળતી માહિતી મુજબ 26 વર્ષીય ડૉ. દિવ્યેશ ગામીત નામના તબીબે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. જ્યારે લાશની તપાસ કરતા તેના ખિસ્સામાંથી GMRS સરકારી મેડિકલ કોલેજ હિંમતનગરનું આઇકાર્ડ મળી આવ્યું હતું. તબીબ સુરત શહેરમાં રહીને SMC સંચાલિત હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાનું બહાર આવ્યું છે. ગત દિવસો દરમિયાન તબીબના પરિવાર દ્વારા સુરત સિટી પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની ફરિયાદ આપવામાં હતી. તબીબની લાશ મળી આવતા વાલોડ પોલીસ દ્વારા લાશનો કબજો લઇ પીએમ સહિતની અન્ય કાર્યવાહી હાથ ધરી છે અને તબીબના પરિજનોને જાણ કરવામાં આવી છે.