મહેસાણામાં ટ્રાફિક નિવારણ માટે, ફૂટ ઓવરબ્રિજની માંગ કરતા સાંસદ મયંકભાઈ નાયક - DEMANDS FOR FOOT OVERBRIDGE
🎬 Watch Now: Feature Video


Published : Feb 23, 2025, 6:38 AM IST
મહેસાણા: જિલ્લા મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના વિકાસને લઈને લોકોમાં આશા અપેક્ષા બંધાઈ છે. મહેસાણા શહેરમાં મહાનગરપાલિકા બન્યા બાદ રોડ રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે મુખ્ય રોડ પર ટ્રાફિકની પણ સમસ્યા વધતા ફૂટ ફોર બ્રિજની માંગ પણ કરવામાં આવી રહી છે. મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા સીએમને રજુઆત કરવામાં આવી છે. મહેસાણા શહેરમાં મુખ્ય હાઇવે પર લોકોને અવરજવર માટે અગવડ ન થાય તે માટે ગાયત્રી મંદિર અને શિલ્પા ગેરેજ નજીક ફૂટ ઓવરબ્રિજ બનાવવા રજૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારમાં સતત ટ્રાફિકના કારણે નાગરિકોને રોડ ક્રોસ કરવામાં ભારે તકલીફ પડતી હોવાની રજૂઆત આવી હતી. પરિણામે સાંસદ મયંકભાઈ નાયકની આ વિસ્તારમાં ફૂટ ઓવરબ્રિજ બનાવવાની માંગણી સીએમ સુધી કરી રહ્યા છે.
આ પણ વાંચો: