મહેસાણા: સાંસદ મયંક નાયકનો અનોખો અંદાજ, ડબલ સાઈડ બલ્લેબાજી કરી - MP MAYANK NAYAK
🎬 Watch Now: Feature Video


Published : Feb 23, 2025, 12:58 PM IST
મહેસાણા: મહેસાણાના રાજ્યસભાના સાંસદ મયંક નાયક અનોખા અંદાજમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. મહેસાણામાં ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ રમતા સાંસદ મયંક નાયકની ડબલ બાજુની બલ્લેબાજી જોવા મળતા રાજ્યસભા સાંસદ મયંક નાયકની ક્રિકેટ કળા સામે આવી હતી. મહેસાણામાં પાટણવાડા મેવાડા સુથાર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાંસદે બલ્લેબાજી કરી હતી. સ્ટેડિયમમાં અનોખી બલ્લેબાજી કરતા દર્શકો અને આયોજકો પણ ચોકી ઉઠ્યા હતા. સાંસદ મયંક નાયકે પહેલા રાઇટ સાઇડ બોલ ફટકાર્યો, પછી લેફ્ટ ફટકાર્યો હતો. મયંક નાયકે નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેઓ કોલેજ કાળમાં વર્ષ 1990માં લેફ્ટ રાઇટ સાઇડ રમ્યા હતા અને 1990 ત્યારબાદ હવે 2025માં પણ રમી શકું છું. તેનો મને ખૂબ જ આનંદ છે.