ETV Bharat / state

આતંકી સંગઠન "જૈશ-એ-મોહમ્મદ"ની યોજના નિષ્ફળ : 6 સભ્યોની ધરપકડ, હથિયારો અને દારૂગોળો જપ્ત - Terror module busted in Awantipora

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

વિધાનસભા ચૂંટણી 2024 દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આતંકીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. જાણો... Terror module busted in Awantipora

અવંતીપોરા પોલીસે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 6 સહયોગીઓની ધરપકડ કરી છે
અવંતીપોરા પોલીસે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 6 સહયોગીઓની ધરપકડ કરી છે (Etv Bharat)

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે દરોડા દરમિયાન આતંકવાદી સંગઠનના 6 સભ્યોની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, તેમની પાસેથી ઓળખ કાર્ડ, દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસને સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે, આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ એવા યુવકોને શોધી રહ્યું છે જેઓ આતંકી સંગઠનમાં જોડાવા માંગે છે. આ યુવાનોને ઔપચારિક રીતે આતંકવાદી સંગઠનમાં જોડાતા પહેલા આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો પૂરા પાડવામાં આવ્યા હતા. આ અંગે ત્રાલ પોલીસે પણ કેસ નોંધ્યો છે.

આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે સૂચના: પકડાયેલા યુવાનોને પિસ્તોલ, ગ્રેનેડ, આઈઈડી અને અન્ય વિસ્ફોટકો આપવામાં આવ્યા હતા અને તેમને ટાર્ગેટ કિલિંગ, સુરક્ષા દળો અને સાર્વજનિક સ્થળો પર ગ્રેનેડ હુમલા અથવા આઈઈડી લગાવવા જેવી આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. ઔપચારિક રીતે આતંકવાદી રેન્કમાં જોડાતા પહેલા તેમને આ કાર્યો કરવા માટે સોંપવામાં આવ્યું હતું.

વિધાનસભા ચૂંટણી 2024 ચાલી રહી છે: અવંતીપોરા પોલીસે આ આતંકવાદીઓ પાસેથી 5 IED, 30 ડિટોનેટર, IED માટે 17 બેટરી, બે પિસ્તોલ, 3 પિસ્તોલ મેગેઝિન, 25 જીવતા કારતૂસ, 4 હેન્ડ ગ્રેનેડ અને લગભગ 20 હજાર રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. પોલીસ તપાસ હજુ ચાલુ છે. તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2024 ચાલી રહી છે. બે તબક્કામાં મતદાન થયું છે. ત્રીજા અને અંતિમ તબક્કા માટે 1 ઓક્ટોબરે મતદાન થશે.

આ પણ વાંચો:

  1. નાણામંત્રી સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ : લાગ્યો ગંભીર આરોપ, જાણો સમગ્ર મામલો - FIR against Finance Minister
  2. સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી ! MUDA કૌભાંડ કેસમાં કર્ણાટકના સીએમ વિરુદ્ધ FIR દાખલ કરાઈ - MUDA SCAM

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.