પાટણ: ચાણસ્મા શહેરમાં આવેલા હાઈવે પરના સીટી પ્લાઝા કોમ્પલેક્ષના પહેલા માળે આવેલા નવજીવન સ્પોર્ટ્સ ક્લબની અંદર શનિવારે રાત્રે ગાંધીનગર SMC પોલીસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદરથી હારજીતનો જુગાર રમી રહેલા 33 જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.
જુગારધામમાં ભાજપ શહેર પ્રમુખનું નામ આવ્યું
જ્યારે અન્ય 7 ઈસમો ફરાર થઈ ગયા હતા. જેમની સામે પોલીસે નામજોગ ફરિયાદ નોંધાવી હતી. ઘટનામાં મુખ્ય આરોપી શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલનું નામ સામે આવ્યું હતું, જે રેડ બાદથી જ ફરાર હતો અને SMCએ તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. સમગ્ર મામલો સામે આવ્યા બાદ હવે ભાજપે એક્શન લીધા છે અને વોન્ટેડ રાજુ પટેલને પાર્ટીમાં તમામ પદો પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
![ભાજપે ચાણસ્મા શહેર પ્રમુખની કરી હકાલપટ્ટી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-02-2025/whatsapp-image-2025-02-03-at-61256-pm_0302newsroom_1738587632_298.jpeg)
ગત શનિવારે રાત્રે ગાંધીનગર SMC દ્વારા મળેલી બાતમીના આધારે ચાણસ્મા ખાતે સીટી પ્લાઝા કોમ્પલેક્ષના પ્રથમ માળે આવેલા નવજીવન સ્પોર્ટ્સ ક્લબની અંદર છાપો માર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા જુગાર રમતા 33 ઈસમોને ઝડપવામાં સફળતા મળી હતી. સાથે કુલ 85,000 રોકડ, 8 વાહન, 37 મોબાઈલ કબજે કરાયા હતા.
ભાજપે પાર્ટીમાંથી રાજુ પટેલને સસ્પેન્ડ કર્યા
જ્યારે જુગાર રમાડવામાં સાત ઈસમોના નામની સંડોવણી બહાર આવી હતી. જેમાં મુખ્ય આરોપી તરીકે ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ અમરતલાલ પટેલની પણ સંડોવણી બહાર આવતાં પ્રદેશ ભાજપ હાઇકમાન્ડના આદેશ મુજબ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ અમરતલાલ પટેલને 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: