ભાવનગર: જિલ્લાના સિહોર નગરપાલિકાની ચૂંટણી પગલે ETVBHARATની ટીમ સિહોર ખાતે પોહચી હતી. સ્થાનિકો સાથે મોટૂક એટલે ગાંધી ચોકમાં લોકમત જાણવાની કોશિશ કરી હતી. સિહોરની સમસ્યાઓ વિશે લોકોએ પોતાના મત અને આક્ષેપો સાથે સમસ્યાઓ જણાવી હતી. ચાલો જાણીએ
બોલો 15 દિવસે પાણી મળવાનો આક્ષેપ: ગાંધી ચોકમાં લોકો સાથે વાતચીત કરતા સ્થાનિકે જણાવ્યું હતું કે, અમારે 12 દિવસે 15 દિવસે પાણી આવે છે અને એ પણ એકદમ ડોહળું ફિલ્ટર વગરનું પાણી આવે છે. સિહોરમાં જે થોડા સમય પહેલા 11 કરોડ રૂપિયાના ખર્ચ પાણી પીવા માટે ફિલ્ટર પંપ બનાવ્યો હતો તે હાલમાં બંધ હાલતમાં પડ્યો છે.
મૂળભૂત જરૂરિયાતની ચિઝોની સમસ્યા: એક સ્થાનિક વૃદ્ધએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં બીજો કોઈ મુદ્દો બનતો નથી જે મુદ્દાઓ છે મૂળભૂત સમસ્યાઓ છે એ છે પાણી, ગટર, લાઈટ રસ્તા, કચરાઓ. આ નગરપાલિકામાં નગરસેવકની પ્રાથમિક ફરજ છે. મુદ્દાઓ જેને આપણે નગરપાલિકામ કહે તો એનો અર્થ છે એ છેલ્લા 25 વર્ષથી સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ કહો અને આપણે સ્વચ્છ ભારત અભિયાન ક્લીન ઇન્ડિયા વિશે જેને હાર્ટ સીટીમાં જોઈએ તો આ ઉભા છીએ મોટો ચોક છે ત્યાં ગટરની સમસ્યા છે એટલે એક પણ પ્રશ્નમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષમાં સફળ નથી ગઇ અને તમામ બાબતોમાં નિષ્ફળતા છે અને અનેક સમસ્યાઓથી ઘેરાય ગયું છે.
![ETV BHARATની ટીમ સિહોર પહોંચી લોકોની સમસ્યાઓ જાણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/rgjbvn01sihormatdarrtuchopalchirag7208680_06022025081624_0602f_1738809984_966.jpg)
![ETV BHARATની ટીમ સિહોર પહોંચી લોકોની સમસ્યાઓ જાણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/rgjbvn01sihormatdarrtuchopalchirag7208680_06022025081624_0602f_1738809984_967.jpg)
![ETV BHARATની ટીમ સિહોર પહોંચી લોકોની સમસ્યાઓ જાણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/rgjbvn01sihormatdarrtuchopalchirag7208680_06022025081624_0602f_1738809984_723.jpg)
બે બગીચાઓ કંગાળ હાલતમાં: પહેલાના સત્તાધીશોએ બગીચાઓ બનાવેલા લોકોને આખરે ભૌતિક સુખોના આપવા માટે પણ બે બગીચા હતા આજે બે બગીચાઓ કંગાળ હાલતમાં છે એ બગીચાઓ બગીચાઓ નથી. આ બે બગીચાઓમાં ભૂતકાળમાં લોકો ફરવા જતા રવિવાર અને ગુરૂવાર. રવિવારે સ્ટેશનના બગીચામાં આપણે જુની રેકર્ડ વગાડતા એ સાંભળવા જતા. પહેલા એક દિવસમાં બે વખત સવાર સાંજ પાણી આવતું, ત્યારે વસ્તી ઓછી હતી પણ તળાવ એકનું એક જ હતું.
![ETV BHARATની ટીમ સિહોર પહોંચી લોકોની સમસ્યાઓ જાણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/rgjbvn01sihormatdarrtuchopalchirag7208680_06022025081624_0602f_1738809984_470.jpg)
![ETV BHARATની ટીમ સિહોર પહોંચી લોકોની સમસ્યાઓ જાણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/rgjbvn01sihormatdarrtuchopalchirag7208680_06022025081624_0602f_1738809984_475.jpg)
રોજગારી નથી અનેક મંદિરો પણ વિકાસ નહિ: સ્થાનિકે જણાવ્યું હતું કે, વિકાસની વાત કરીએ તો વિકાસ ફક્તને ફક્ત શાસક પક્ષના કાર્યકરો, હોદ્દેદારો અને સભાસદો જે નગરપાલિકામાં સત્તા ભોગવતા એવાનો થયો છે. સિહોર વિસ્તારમાં આપ જુઓ તો શિહોરમાં નવનાથ મહાદેવ સિવાય 12 થી 15 શિવાલયો આવેલા છે. એની આજુબાજુમાં જુઓ તો બીજા પણ નાના-મોટા ધાર્મિક મંદિરો આ એકેય જગ્યાએ નથી સ્વચ્છતા કે નથી કોઈ પણ જાતની સફળતાઓ જેથી કરીને બહારના પ્રવાસીઓ આવીને ત્યાં પાંચ 15 મિનિટ બેસી શકે. બગીચા જુઓ તો શિહોરના બે ત્રણ ભાગની હાલત પણ એવી છે સર્કલો પણ એવી રીતે જે ખરાબ હાલતમાં છે આ સિવાય શિહોરમાં પાણી, ગટ, રોડ રસ્તા આ બધી સુવિધાઓને કારણે સિહોરની જનતા બહુ દુઃખી જ હાલતમાં છે.
આ પણ વાંચો: