મુંબઈ: કારોબારી સપ્તાહના પ્રથમ જ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 380 પોઈન્ટના ઘટાડા સાથે 77,483.71 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 64.20 ટકાના ઘટાડા સાથે 23,543.80 પર ખુલ્યો હતો.
ઉપરાંત જો બેન્ક નિફ્ટીની વાત કરવામાં આવે તો તે 130.85 ટકાના ઘટાડા સાથે 50,028 પર ખૂલ્યું છે. આજના માર્કેટ ટ્રેડિંગમાં બ્રિટાનિયા, BHARTI ARTL, હિન્દુસ્તાન યુનિલીવર, ટાટા કનસ્યુમ, NESTLEIND ના શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ટાટા સ્ટીલ, jsw સ્ટીલ, પાવરગ્રીડ, BPCL, HINDALCO ના શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
છેલ્લા સપ્તાહના અંતિમ દિવસે બજાર કઈક આવું રહયું હતું..
7 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ભારતીય શેરબજાર હળવા વધારા સાથે ગ્રીન ઝોનમાં ખુલ્લું હતું. જોકે, શરૂઆતના કારોબારમાં જ જોરદાર એક્શન નોંધાતા બજાર સતત અપ-ડાઉન થઈ રહ્યું હતું. BSE Sensex 61 પોઈન્ટના વધારા સાથે 78,119 પર ખુલ્યો હતો. બીજી તરફ NSE Nifty 46 પોઈન્ટના વધારા સાથે 23,649 પર ખુલ્યો હતો.
બીજી તરફ માર્કેટ ક્લોસિંગની વાત કરીએ તો ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 197 પોઈન્ટ ઘટીને 77,760.19 પર બંધ થયો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.18 ટકાના ઘટાડા સાથે 23,561.10 પર બંધ થયો હતો.
આ પણ વાંચો: