બનાસકાંઠા: પાલનપુરથી કુંભમેળામાં જવા માટે નીકળેલા યાત્રાળુઓની ગાડીને અકસ્માત નડ્યો છે. જોકે આકસ્માતમાં પાંચ જેટલા લોકોને ઈજાઓ થતા કાચ તોડીને બહાર કાઢી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો વધી રહ્યો છે. બનાસકાંઠામાં રોજ રોજ સર્જાતા અકસ્માતમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માત આજે પાલનપુરના જગાણા બ્રિજ ઉપર સર્જાયો છે. બે ગાડીઓ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પાલનપુરનો પરિવાર પાલનપુરથી પ્રયાગરાજ કુંભમેળામાં જવા માટે નીકળ્યો હતો, ત્યારે આ શ્રધ્ધાળુઓની ગાડીનો પાલનપુર ગોબરી રોડથી આગળ જતાં જગાણા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. સામેથી રોંગ સાઈડમાં આવતી કારે શ્રદ્ધાળુઓની ગાડીને ટક્કર મારી હતી. જેના કારણે સર્જાયેલા અકસ્માતમાં પાંચ જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. જેમને બહાર કાઢવા માટે ગાડીના કાચ તોડવા પડ્યા હતા અને કાચ તોડીને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
જોકે પરિવાર કુંભના મેળામાં પહોંચે તે પહેલા જ પાલનપુરથી થોડા જ દૂર જતા તેમને અકસ્માત નડયો છે અને અકસ્માતમાં લોકોને ઈજાઓ પહોંચતા તેઓ હાલ પાલનપુર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓના પરિજનોએ કહ્યું કે, અચાનક સામેથી ઓવરટેક કરવા જતા ગાડીએ અમારી ઈકો ગાડીને ટક્કર મારી હતી. જેમાં છાતીના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચી છે. સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જ જાનહાનિ થઈ નથી. જોકે અકસ્માતમાં પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, ગામમાં શોકનો માહોલ
કચ્છના ચર્ચિત કેસમાં 41 વર્ષે ચુકાદો, કચ્છના પૂર્વ પોલીસવડા કુલદીપ શર્માને 3 માસની સજા