સુરેન્દ્રનગર: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળતી જોવા મળી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના અવારનવાર હત્યા, લૂંટ, મારામારી જેવા કિસ્સાઓ સતત વધી રહ્યા હોય તેમજ આરોપીઓ બેફામ બની ગયા છે. ત્યારે સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં સામાન્ય બોલાચાલીમાં હત્યાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર ફેલાવી છે.
આધેડ પર હથિયારોથી હુમલો: પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના સાયલા ગામમાં 2 પાડોશીઓ વચ્ચે સામાન્ય પ્રસંગ બાબતની બોલાચાલીમાં આધેડ હિંમતભાઈ પંડ્યાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. સામાન્ય પ્રસંગ બાબતની બોલાચાલી બાદ હિંમતભાઈ પંડ્યા ઘરની બહાર નીકળ્યા હતા. તેવા જ આરોપીઓએ તીક્ષ્ણ હથિયારો સાથે આધેડ પર હુમલો કરી દીધો અને આધેડને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
પોલીસે લાશને પીએમ માટે મોકલી: આધેડને પીએમ માટે તાત્કાલિક સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સરકારી હોસ્પિટલ ખાતે સગાસંબંધીઓ તેમજ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતકની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવી છે. વિસ્તારમાં કોઈ અનીચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. DYSP સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસ ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: