ETV Bharat / state

નડિયાદમાં 'ફર્ઝી' સ્ટાઈલમાં નકલી નોટો છાપવાનો પર્દાફાશ, પત્ની પિયર જાય પછી ઓનલાઈન વીડિયો જોઈને નોટ છાપતા - NADIAD FAKE NOTES

ખેડા એસઓજીએ બાતમીને આધારે મહંમદ શરીફના કબજા ભોગવટાના મકાનમાં રેડ કરી હતી. જ્યાંથી બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

નડિયાદમાં 'ફર્ઝી' સ્ટાઈલમાં નકલી નોટો છાપવાનો પર્દાફાશ
નડિયાદમાં 'ફર્ઝી' સ્ટાઈલમાં નકલી નોટો છાપવાનો પર્દાફાશ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 13, 2025, 10:07 PM IST

નડિયાદ: નડિયાદમાં નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખેડા SOG દ્વારા શહેરના વહોરવાડ વિસ્તારમાંથી ભારતીય ચલણની બનાવટી નકલી નોટો સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 500, 200 અને 100 ના દરની કુલ રૂ.1,03,600 ની કિંમતની 328 નોટો જપ્ત કરી છે. પોલીસે આ બનાવટી નોટો તેમજ પ્રિન્ટર સહિતની સાધન-સામગ્રી અને બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

500,200 અને 100 ની કુલ 328 નોટો ઝડપાઈ
ખેડા એસઓજીએ બાતમીને આધારે મહંમદ શરીફના કબજા ભોગવટાના મકાનમાં રેડ કરી હતી. જ્યાંથી બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીના ઘરમાંથી બનાવટી નોટો સાથે કલર પ્રિન્ટર, પેપર, પેપર કટર સહિતની સામગ્રી જપ્ત કરી હતી. રૂ.500 ના દરની 135 નંગ જેની કિંમત રૂ.67500 અને રૂ.200 ના દરની 168 નંગ જેની કિંમત રૂ.33,600 તેમજ રૂ.100 ના દરની 25 નંગ જેની કિંમત રૂ.2500 છે. આ બનાવટી નોટો જપ્ત કરી હતી. જે કુલ 328 નોટો જેની કુલ કિંમત 1,03,600 છે.

નડિયાદમાં 'ફર્ઝી' સ્ટાઈલમાં નકલી નોટો છાપવાનો પર્દાફાશ (ETV Bharat Gujarat)

આરોપીઓ વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો
આ બાબતે ખેડા એસઓજી PI ડી.એન.ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે અમને ખાનગી બાતમી મળેલી કે વહોરવાડ નડિયાદ ટાઉન ખાતે રહેતા મહંમદ શરીફ મલેક તથા તેનો મિત્ર અરબાઝ બંને સાથે મળીને આરોપી મહંમદ શરીફના મકાનમાં ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી અને તેનો ઉપયોગ કરવા માટે સંગ્રહ કરે છે. જે બાતમીના આધારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા બંને આરોપીઓ મકાનમાં મળી આવેલા. આરોપીના ઘરમાંથી કલર પ્રિન્ટર, ટોનરિંગ, A-4 સાઈઝના પેપર, પેપર કટર તથા આ સાધનોની મદદથી બનાવેલી ભારતીય ચલણની 500, 200 તથા 100ના દરની કુલ 328 બનાવટી નોટો મળી હતી. જેની કિંમત રૂ.1,03,600 થાય છે. આ જ બનાવટી ચલણી નોટો માટે અસલ નોટોનો ફરમો પણ મળી આવ્યો છે. જે મુદ્દામાલ મળી આવતા એફએસએલ તથા રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીને પણ સ્થળ પર બોલાવી નોટોની ચકાસણી કરેલી. આ અનુસંધાને બી.એન.એસની અલગ અલગ કલમોથી કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલો છે.

નડિયાદમાં 'ફર્ઝી' સ્ટાઈલમાં નકલી નોટો છાપવાનો પર્દાફાશ
નડિયાદમાં 'ફર્ઝી' સ્ટાઈલમાં નકલી નોટો છાપવાનો પર્દાફાશ (ETV Bharat Gujarat)

યુ-ટ્યૂબ પર વીડિયો જોઈને નકલી નોટો છાપવાનું શીખ્યા
PIએ માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે, બે આરોપી પકડાયેલા છે. બંને મિત્રો છે એમણે યુટ્યુબ ઉપર આ બનાવટી નોટો બનાવવાના વીડીયો જોઈને પ્રિન્ટર ઓનલાઈન મંગાવ્યું હતું. અને જે પેપર છે તેની થિકનેસ ડિટેલથી યુટ્યુબ ઉપર વીડીયો જોઈ આ નોટો બનાવેલી છે. છેલ્લા પંદર દિવસથી એ લોકો નોટો બનાવવાનો પ્રયાસ કરતા હતા. અમુક ટાઈમે એ લોકો કાગળો સારા ન આવતા ફેલ ગયેલા પણ આ કાગળો એમને સારી ક્વોલિટીના મળી જતા તેમણે નોટો છાપી અને એનો ઉપયોગ કરવાનું નક્કી કરેલું. નોટોનો ઉપયોગ કરાયો હોવાનું હાલ સુધી તપાસમાં જાણવા મળેલું નથી.

આરોપીની પૂછપરછ કરતા એ લોકો જણાવ્યું છે કે, પહેલી જ વખત અમે બનાવેલી છે અને પકડાઈ ગયેલા છીએ. આ આરોપી મકાન ભાડે રાખેલું એમાં પોતાના પત્ની સાથે રહેતો હતો. દિવસે જ્યારે પત્ની ઘરે ન હોય ત્યારે બંને ભેગા મળી આ નોટો છાપવાનું કામ કરતા હતા. અલગ અલગ જગ્યાએ જ્યાં એમને લાગે ત્યાં એ લોકો નોટોનો ઉપયોગ કરવાની ફીરાકમાં હતા. હાલ સુધીની તપાસમાં કોઈ બીજી વ્યક્તિની સંડોવણી જણાઈ નથી. આગળ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તેની તપાસ ચાલુ છે. તેમજ તેની કોલ ડીટેલ તેમજ તેના મોબાઈલમાં બીજી કોઈ સામગ્રી કે બીજા કોઈ નંબરો મળી આવે તો તે આધારે આગળની તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. વડોદરામાં તબીબે વાહન ચોરવાનું શરૂ કર્યું, ક્લિનિક છોડીને કાર કેમ ચોરતો? પોલીસે કર્યો ખુલાસો
  2. ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલા વૃદ્ધને બચાવ્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.