નવી દિલ્હી: દિલ્હીના રંગપુરી વિસ્તારમાં એક પિતાએ તેની ચાર અપંગ દીકરીઓ સાથે આત્મહત્યા કરી લીધી. પાંચેય લોકોએ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી છે. આ બાળકોની માતાનું કેન્સરથી પહેલા જ અવસાન થયું હતું. પોલીસે શુક્રવારે મોડી રાત્રે ઘરનું તાળું તોડી તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે, પુત્રીઓ ચાલી શકતી ન હોવાથી પિતાએ આ પગલું ભર્યું હતું.
મકાનમાલિકને તેમજ પોલીસને ઘટનાની જાણ કરી: મળતી માહિતી મુજબ, પિતાની ઉંમર 50 વર્ષની આસપાસ હતી, જેઓ રંગપુરી ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા. મૂળ બિહારના છપરા જિલ્લાના રહેવાસી આ વ્યક્તિને ચાર દીકરીઓ હતી. તે વસંતકુંજ વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં સુથારનું કામ કરતો હતો. શુક્રવારે સાંજે તેમના ભોંયતળિયામાંથી દુર્ગંધ આવવાનું શરૂ થયા બાદ શંકાજનક સ્થિતિ જાણતા પડોશીઓએ મકાનમાલિકને તેમજ પોલીસને પણ ઘટનાની જાણ કરી હતી.
#WATCH | Delhi: Visuals from the spot where a family of 5, a man and his four daughters, committed suicide by consuming a poisonous substance in Vasant Kunj's Rangpuri Village. https://t.co/EgU0neHEw8 pic.twitter.com/XGGvHNOLYK
— ANI (@ANI) September 28, 2024
ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી: પોલીસને માહિતી મળતા તે ઘટના સ્થલી આવી પહોંચી હતી. પોલીસે માળિયાનો દરવાજો તોડ્યો તો અંદરથી પાંચ મૃતદેહ મળી આવ્યા હતા. આત્મહત્યાની આ ઘટના બે-ત્રણ દિવસ પહેલા બની હોવાની આશંકા છે. મૃતક વ્યક્તિને ત્રણ-ચાર દિવસથી લોકોએ જોયો ન હતો. તેના ભાઈને જાણ કરવામાં આવી છે. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. ઘટના બાદ સ્થાનિક પોલીસની સાથે ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી રહી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
અપંગ હોવાને કારણે તે ચાલી શકતી નહોતી: પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પિતા આર્થિક સમસ્યાઓ તેમજ છોકરીઓના ઉછેરની ચિંતામાં હતો. તે કામ પર જતા પહેલા દીકરીઓને ખવડાવતો હતો. કામથી પાછા ફર્યા પછી તે ફરીથી તેમની સંભાળ લેવાનું રાખતો હતો. છોકરીઓ પલંગ પર પડી રહેતી હતી. અપંગ હોવાને કારણે તે ચાલી શકતી નહોતી. મોટી દીકરીની ઉંમર 18 વર્ષની હતી, તેનાથી નાની દીકરીની ઉંમર 15 વર્ષની હતી, ત્રીજી દીકરીની ઉંમર 10 વર્ષની હતી અને ચોથી સૌથી નાની દીકરીની ઉંમર 8 વર્ષની હતી.
દીકરીઓની વિકલાંગતા અને આર્થિક તંગી આત્મહત્યાનું કારણ: ફ્લેટમાંથી દુર્ગંધ એટલી હદે ફેલાઈ ગઈ હતી કે, ઘરની સામેના રોડ પર બીજા મકાનમાં રહેતા લોકોએ પોલીસને જાણ કરી હતી. ફ્લેટની અંદર, પોલીસને એક રૂમમાં બેડ પર પિતાના મૃતદેહ અને બીજા રૂમમાં પલંગ પર ચાર પુત્રીઓના મૃતદેહ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ તમામે ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી છે. હાલમાં દીકરીઓની વિકલાંગતા અને આર્થિક તંગી આત્મહત્યાનું કારણ માનવામાં આવે છે.
દરેકના શરીર સડવા લાગ્યા હતા: તમને જણાવી દઈએ કે, પરિવાર મકાનના ચોથા માળે ભાડે રહેતો હતો. તેઓ જીવનની જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેના કારણે તેની પાસે લોકો સાથે હળીમળી જવા માટે ઓછો સમય હતો. પિતાને છેલ્લીવાર ત્રણ દિવસ પહેલા 24 સપ્ટેમ્બરના રોજ જોવામાં આવ્યા હતા. ત્યારથી તે જોવા મળ્યો ન હતો. પોલીસના જણાવ્યા અનુસાર દરેકના શરીર સડવા લાગ્યા હતા. પોલીસ દ્વારા દરેક એંગલથી તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: