ગુરુ નાનકજીની 555 મી જન્મજયંતી, રાજકોટમાં ધામધૂમપૂર્વક ઉજવણી - GURU NANAK JAYANTI 2024
🎬 Watch Now: Feature Video


Published : Nov 15, 2024, 5:20 PM IST
રાજકોટ : આજે ગુરુ નાનકની 555 મી જન્મ જયંતી નિમિત્તે રાજકોટ સહિત સમગ્ર દેશમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. શીખ સમાજના ગુરુ ગુરુ નાનકજીનો 555 મો પ્રકાશ પર્વ એટલે કે તેમની જન્મ જયંતીની ઉજવણી રાજકોટ સહિત સમગ્ર દેશમાં થઈ રહી છે. રાજકોટ જંકશનમાં આવેલા ગુરુદ્વારા તેમજ ગાયકવાડીમાં આવેલા મંદિરમાં ગુરુ નાનક જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે નગર કીર્તનના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી લોકો જોડાયા હતા. ત્યારબાદ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો ગુરુદ્વારામાં યોજવામાં આવ્યા હતા. આજે ગુરુ નાનક જન્મજયંતી નિમિત્તે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોએ દર્શનનો લાભ લીધો હતો. મોડી રાત્રીના 1:20 વાગે ઉજવણી પણ કરવામાં આવશે.