વાપીમાં વહેલી સવારે હજારોની સંખ્યામાં છઠ્ઠ વ્રતધારીઓએ ભાસ્કરને અર્ઘ્ય અર્પણ કરી મહાપર્વનું કર્યું સમાપન
🎬 Watch Now: Feature Video
વલસાડ: જિલ્લા સહિત સંઘપ્રદેશ દમણમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકો દ્વારા બુધવારે સાંજે સૂર્યદેવને પ્રથમ અર્ઘ્ય અર્પણ કરી છઠ પૂજાની ઉજવણી (thousands of devotees) સાથે ગુરુવારે વહેલી સવારે દમણગંગા નદી સહિતની નદીઓ, નહેર અને દરિયાકિનારે સૂર્યદેવને વહેલી પરોઢનું અર્ઘ્ય (Arghya) અર્પણ કરી વ્રતનું સમાપન કર્યું હતું. ત્રણ દિવસનું કઠોર અનશન ગણાતા અને ઉત્તર ભારતીય સમાજમાં સૌથી મોટા પર્વમાં ગણના પામતા છઠ પર્વનું બીજા દિવસનું સૂર્યને અર્પણ કરાતું વહેલી સવારનું અર્ઘ્ય આપી વ્રતધારીઓએ છઠ્ઠી મૈયાના વ્રતના પારણા કર્યા હતાં.