અમરેલી: જિલ્લાના માર્કેટીંગ યાર્ડમાં કપાસના ભાવ કરતાં ચણાના ભાવમાં ઉછાળો આવ્યો છે, ને કપાસના ભાવને ઓવર ટેક કરીને ચણાને જાહેર હરરાજીમાં ભાવ વધુ મેળવતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહી છે ત્યારે ક્યાં કારણે કપાસ કરતા ચણાના ભાવમાં આવ્યો છે ઉછાળો જોઈએ આ રિપોર્ટમાં.
ચણાનું બજાર ગરમ: અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું માર્કેટીંગ યાર્ડમાં હાલ જાહેર હરરાજીમાં કપાસના ભાવ 1100 રૂપિયાથી લઈને 1500 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે, જોકે, ચણાએ કપાસના ભાવને ઓવર ટેકી કર્યા છે, અને ચણાના ભાવમાં ઉછાળો આવ્યો છે. ચણા હાલ 1050 રૂપિયાથી લઈને 1,540 સુધીના ભાવો ખેડૂતોને મળી રહ્યા છે.
જ્યારે કાબૂલી ચણાના ભાવો 1900 રૂપિયાથી લઈને 2100 રૂપિયા જેવા ભાવો ખેડૂતોને મળી રહ્યાં છે. હાલ શિયાળુ પાકનું વાવેતર ખેડૂતો કરી રહ્યા હોય અને ખેડૂતોને 2 હજારથી લઈને 2200 જેવા ચણાના બિયારણના ભાવો મળતા હોય જેથી યાર્ડના વેપારીઓ અને ખેડૂતો પણ ચણાની ખરીદી કરી રહ્યા છે, હાલ તો ખેડૂતોને કપાસ અને ચણાના સારા ભાવો મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાય છે.
કપાસ કરતા ચણાના સારા ભાવ: કપાસ કરતા ચણાના ભાવ વધુ મલી રહ્યા છે તેનું મુખ્યકારણ હાલ શિયાળુ વાવેતર માં ચણાનું ખેડૂતો વાવેતર કરી રહ્યા હોય ત્યારે ખેડૂતોને બિયારણના ચણા ખરીદવા કરતા જાહેર માર્કેટીંગ યાર્ડ માંથી ચણા ખરીદે તો ખેડૂતોને વ્યાપક ફાયદો થઈ રહ્યો છે ને કપાસના ભાવને ઓવર ટેક કરીને ચણા એ કાઠું કાઢ્યું છે જે અંગે યાર્ડ ના સેક્રેટરી મુકેશ ત્રિવેદીએ પણ સ્વીકાર્યું કે કે કપાસના ભાવો 1500 છે પણ ચણાના ભાવો 1540 સુધી આજે મળ્યા હતા
અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોએ ચણાનો પાક સંગ્રહ કર્યો હતો અને હાલ ચણાના ભાવ સારા મળી રહ્યા છે, જેથી મોટાભાગના ખેડૂતો ચણાને વેચવા માટે માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે અને સારા ભાવ મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં સતત ચણાના ભાવમાં વધારો થઈ રહ્યો છે.