ETV Bharat / state

ગુજરાતની ધરા ધ્રૂજી, અમદાવાદ, પાટણ સહિત સૌરાષ્ટ્રમાં ભૂંકપના આંચકા, લોકોમાં ભય - EARTHQUAKE IN GUJARAT

રાજ્યમાં અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, દાંતા, પાલનપુર, મહેસાણા અને પાટણમાં રાત્રે 10:17 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે.

રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા
રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2024, 10:49 PM IST

Updated : Nov 15, 2024, 11:05 PM IST

હૈદરાબાદ: આજે ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકા અનુભવાયા છે. રાજ્યના અનેક શહેરો અને ગામના લોકોએ ધ્રુજારી અનુભવી હતી. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

4.2ની તિવ્રતાનો ભૂકંપ: પાટણ, પાલનપુર, અંબાજી સહિતના એરિયામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાત્રે રાત્રે 10:17 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સાથે અમદાવાદમાં અમુક વિસ્તારોમાં આંચકા અનુભવાયા છે. છેક માઉન્ટ આબુ અને રાજસ્થાનના કેટલાંક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધાઈ જેનું કેન્દ્ર બિંદુ જોધપુરથી 98 કિમી દૂર નોંધાયું છે. રાત્રે 10.16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો

સાબરકાંઠા જિલ્લામાં દેવદિવાળીની રાત્રિએ ધરા ધ્રુજી:

સાબરકાંઠામાં લોકો ઘરની બહાર દોડી આવ્યા (Etv Bharat Gujarat)

સાબરકાંઠા જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. હિંમતનગર ઇડર વડાલી સહિતના વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા. અચાનક આવેલા ભૂકંપના આંચકાને લઈને લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતાં અને લોકોમાં ભયનો માહોલ છવાયો, મોટી સંખ્યામાં લોકો ફ્લેટ તેમજ ઘરની બહાર દોડી આવ્યા. દેવદિવાળીની રાત્રીના સમયે ભૂકંપના આંચકાથી લોકમાં ભય પેસી ગયો હતો.

પાટણ જિલ્લો પણ ધ્રૂજ્યો: પાટણમાં અનુભવાયેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે. સાથે સાથે દાંતા વિસ્તારમાં પણ ધડાકા સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો તો મહેસાણાના ખેરાલુમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

10 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા

જાણવા મળતી વિગત અનુસાર અમદાવાદ નવા વાડજમાં સતત 10 સેકેન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા.

મોરબીમાં પણ અનુભવાયા આંચકા

મોરબી જિલ્લામાં અમુક વિસ્તારોમાં ભૂકંપનાં આચકો અનુભવાયા છે. જિલ્લાના વાંકાનેર,માળિયા અને વાંકાનેર પંથકના અમુક વિસ્તારોમાં થયો ભૂકંપનો અનુભવ, ભૂકંપના આચંકાથી લોકોમાં ભય, 10:15 મિનિટે આંચકો નોંધાયો.

વધુ માહિતી માટે અપડેટ ચાલી રહ્યું છે....

  1. વલસાડ જિલ્લાની ધરા ધ્રુજી, ગ્રામ્ય વિસ્તારમાં 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Last Updated : Nov 15, 2024, 11:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.