મહીસાગર આદિવાસી સમાજ દ્વારા આદિજાતિ પ્રમાણપત્રો મુદ્દે કલેક્ટરને આવેદન પાઠવ્યું - કલેક્ટરને આવેદન પાઠવ્યું
🎬 Watch Now: Feature Video

મહીસાગર : લુણાવાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા આદિજાતિ પ્રમાણપત્રો અને કેવડીયા બિલ મુદ્દે શનિવારે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. લોકરક્ષક દળ પોલીસની ભરતીમાં રબારી, ભરવાડ અને ચારણ જેવા બિન આદિવાસીઓના અનુસુચિત જનજાતિ હોવાના ખોટા જાતિ પ્રમાણપત્રો રાજ્ય સરકારની વિશ્લેષણ સમિતિ દ્વારા રદ કરવામાં આવ્યા હતાં. તેની વિરુદ્ધ ગુજરાત રાજ્યના માલધારી સમાજ દ્વારા રેલી, આંદોલન, ધરણાં યોજી ખોટી રીતે સરકારને દબાણમાં લઇ આવવાની કોશીશને વખોડવામાં આવી છે. વધુમાં મહીસાગર જિલ્લાના 62 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાઓ પાસ કરવા અને પ્રમાણપત્રો હોવા છતાં પણ નોકરી ન મળતા તે અંગે વિરોધ કરી રહ્યાં છે.