અમદાવાદ: ગુજરાત સરકારે બદલીનો દોર શરુ કર્યો હોય એમ ગુજરાત સરકારે 1 ફેબ્રુઆરીના રોજ 59 જેટલા સિનિયર IAS ઓફિસરની બદલી કર્યા બાદ 21 ફેબ્રુઆરીએ વધુ 2 સિનિયર IASની બદલી કરી છે. 2 સિનિયર IAS ઓફિસર્સ મોના કે. ખંધાર અને મનીષા ચંદ્રાની બદલી કરવામાં આવી છે. ત્યારે 20 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.
2 સિનિયર IASની બદલી: ગુજરાત સરકાર દ્વારા 2 સિનિયર IAS ઓફિસરની બદલી કરાઈ છે. જેમાં મોના ખંધાર તેઓ પંચાયતો, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગના અગ્ર સચિવ તરીકે કાર્યરત હતા આ ઉપરાંત તેઓ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના અગ્ર સચિવ તરીકે વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા IAS મોના ખંધારને સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટનો હવાલો સોંપ્યો છે. જેના તેઓ અગ્ર સચિવ તરીકે ફરજ નિભાવશે.

20 જેટલા IAS અધિકારીઓને બઢતી
અન્ય સિનિયર IAS મનીષા ચંદ્રા તેઓ ગ્રામ વિકાસ કમિશનર અને ગ્રામ વિકાસ વિભાગના સચિવ તરીકે ફરજ બજાવતા હતા. હવે તેઓને ગુજરાત સરકારે બદલી કરી નાખી હોવાથી સિનિયર IAS મનીષા ચંદ્રા પંચાયતો અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ તરીકે ફરજ નિભાવશે.
સરકારે 20 જેટલા IAS અધિકારીઓને પ્રમોશન મળવાથી તેઓ અલગ અલગ જગ્યાએ પોતાની ફરજ નિભાવશે. એચ.જે. પ્રજાપતિ, સી.સી. કોટક, કે.જે. રાઠોડ જેઓની વિવિધ પદો પર સરકારે નિયુક્તિ કરી છે.
આ પણ વાંચો: