બેજિંગ: તાજેતરમાં ચીનમાં પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે સંગ્રહાલયના આયોજકો દ્વારા એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે સંગ્રહાલયમાં રાખેલા ગધેડાને કલર કર્યો હતો, જેમાં મહત્વની બાબત એ છે કે, તેમને ગધેડાને ઝેબ્રા દેવો દેખાય તે પ્રકારે કલર કર્યો હતો. ચીનના આ પ્રાણી સંગ્રહાલયે પણ આ બાબતનો સ્વીકાર કર્યો છે કે તેમણે ગધેડાને ઝેબ્રા જેવુ દેખાડવા કલર કર્યો હતો.
સંગ્રહાલયએ કહ્યું કે, તેમણે પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે આ પ્રકારનો નિર્ણય લીધો હતો. ન્યુયોર્ક પોસ્ટની એક રિપોર્ટમાં પણ આ બાબતની જાણકારી આપવામાં આવી છે.
જ્યારે ચીનના એક સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સના અનુસાર, શેનડોંગ પ્રાંતમાં સ્થિત જીબો સિટી એમ્યુઝમેન્ટ પાર્ક ફેબ્રુઆરીની શરૂઆતમાં ચર્ચાનો વિષય બન્યો જ્યારે ઈન્ટરનેટ પર લોકોએ ગધેડાને ઝેબ્રાના વેશમાં જોયો.
સોશિયલ મીડિયા પર લોકો ભડક્યા: સોશિયલ મીડિયામાં સામે આવેલ એક પિક્ચરમાં પ્રાણી સંગ્રહાલયમાં એક કર્મચારી ગધેડના બાજુમાં ઉભો હતો, આ ગધેડના લગભગ સંપૂર્ણ શરીર પર કાળી અને સફેદ લાઈન કરી કલર કરવામાં આવ્યો હતો. આ પિક્ચર જોયા બાદ ચીનમાં સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ રોષે ભરાયા હતા. આ વચ્ચે જેમ જેમાં ચર્ચાએ જોર પકડ્યો, તે દરમિયાન પ્રાણી સંગ્રહાલય દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી કે, હા ખરેખર ગધેડા પર કલર કરવામાં આવ્યો છે, પરંતુ ભાર પૂર્વક કહેવામાં આવ્યું કે, આ કલર હાનિકારક નથી.
કૂતરાને પાંડા જેવા કપડાં પહેરાવ્યા: આ અંગે ઝૂના કર્મચારીએ જણાવ્યું હતું કે, પ્રાણી સંગ્રહાલયના માલિકે માત્ર મનોરંજન માટે આ કર્યું હતું. તેમણે કહ્યું કે સ્થાનિક પ્રાણી સંગ્રહાલયે અગાઉ કૂતરાને પાંડાની જેમ પહેરાવીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને આ તે જ પ્રમોશનલ વ્યૂહરચનાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ હતો.
ઘટનાની જાણ થતાં લોકો આ પ્રકારે થતી એક્ટિવિટીને રોકવા માટે નવા કાયદા અને નિયમોની માંગ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું કે, આ પ્રાણીઓ અને પ્રવાસીઓ માટે સારું નથી. જ્યારે બીજાએ કહ્યું કે, આ હંમેશા ચીનમાં જ કેમ થાય છે? ત્રીજાએ કહ્યું કે, તેમણે ખૂબ ખરાબ કામ કર્યું છે.
શ્વાનને વાઘ બનાવમાં આવ્યો હતો: આ પહેલી ઘટના નથી કે જ્યાં ચીનનાં કોઈ પ્રાણી સંગ્રહાલય દ્વારા વિચિત્ર પ્રકારના કર્યો કરવામાં આવ્યા હોય. ગયા મહિને તાઈઝોઉ, જિઆંગસુ પ્રાંતના એક પ્રાણી સંગ્રહાલયે વાઘ જેવા દેખાવા માટે બે શ્વાનને કાળો અને નારંગી રંગ કરીને સોશિયલ મીડિયા પર પોતાનો પ્રચાર કર્યો.
Douyin પર જીવંત પ્રસારણ દરમિયાન, TikTok અને ByteDance-માલિકીની એપ્લિકેશનના ચાઇનીઝ સંસ્કરણમાં પ્રાણી સંગ્રહાલયે દાવો કર્યો કે, અમારા વાઘ ખૂબ મોટા અને ખૂબ વિકરાળ છે! વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા યુઝર્સે ધ્યાન દોર્યું કે, સ્ક્રીન પર લાકડાના બંધમાં બંધ જીવો વાઘ નથી, પરંતુ બે કૂતરા છે જે કાળી પટ્ટાઓ સાથે નારંગી રંગના હતા.
આ પણ વાંચો: