અલંગમાં હોન્કોંગ કન્વેશન નિયમ બાદ ડ્યુટી અને જીએસટી ઘટાડવા એસોસિયેશનની માગ
🎬 Watch Now: Feature Video
ભાવનગર : જિલ્લાના અલંગમાં મંદીના માહોલ વચ્ચે ડ્યુટી અને જીએસટી ઘટાડવા માટે એસોસિયેશન માગ કરી રહ્યા છે. ભારતમાં સ્ટીલના ભાવ નીચા હોવાથી જહાજો પાડોશી દેશોમાં જતા રહેતા અલંગ શીપ રીસાયકલીંગ એસોસિયેશનએ સરકાર પાસે ડ્યુટી અને જીએસટી ઘટાડવા માગ કરી છે. કારણ કે, ભારતમાં સ્ટીલના ભાવ નીચા છે અને જહાજોની કિંમત ઉચી માંગવામાં આવી રહી છે, ત્યારે હોન્કોંગ કન્વેન્શન ભલે લાવવામાં આવ્યું પણ હાલ ટકવા માટે માગ સંતોશ્વી જરૂરી બની છે. જેમાં 1.50 લાખ લોકો રોજીરોટી મેળવી રહ્યા હોઈ, ત્યારે સરકાર માગ સંતોષે તેવી માગ એસોસિયેશને કરી છે.