અપહરણની ઘટનામાં ૬ આરોપીઓ ઝડપાયા - bhavnger news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 20, 2019, 6:56 PM IST

ભાવનગરઃ હોમગાર્ડ જવાનના અપહરણની ઘટના બની હતી. મિત્રને લોન અપાવવામાં લીધેલ કમીશનની રકમ પરત આપવાની માગણી કરતા ઇસમોએ આ હોમગાર્ડ જવાનનું અપહરણ કરી માર માર્યો હતો. જે અંગેની પોલીસ ફરિયાદના આધારે પોલીસે ૬ અપહરણકારોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાકેશભાઈએ ભૂતકાળમાં તેના કોઈ મિત્રને માતબર રકમની લોન અપાવવામાં મદદ કરી હતી. જેમાં કમીશન પેટે સવા લાખ જેવી રકમ લીધી હતી. જે રકમ થોડા દિવસોથી તેના મિત્રો પરત માગતા હતા. જે મામલે બે દિવસ પહેલા રાકેશભાઈને લાલચ આપી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરી તેને રાજપરા ગામની સીમમાં લઇ જઈ માર મારવામાં આવ્યો હતો.અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત થયેલા હોમગાર્ડ જવાને આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણની ઘટનામાં સામેલ ૬ ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.