કરાચી: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની શરૂઆત 19 ફેબ્રુઆરીએ એટલે કે આજથી કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રોમાંચક મેચ સાથે થઈ ગઈ છે. પાકિસ્તાન ટીમનું નેતૃત્વ મોહમ્મદ રિઝવાન કરી રહ્યા છે જ્યારે ન્યુઝીલેન્ડ ટીમનું નેતૃત્વ મિશેલ સેન્ટનર કરી રહ્યા છે. બંને કેપ્ટનો માટે આ પહેલી ICC ઇવેન્ટ છે. જ્યાં તે પોતાની કેપ્ટનશીપથી પ્રભાવ પાડવાનો પણ પ્રયાસ કરશે.
It’s #ChampionsTrophy time 🤩
— ICC (@ICC) February 19, 2025
Pakistan have won the toss and opted to bowl first in their tournament opener against New Zealand 👊
Live Updates ⬇️https://t.co/zwf58nMyN9
ભારતીય સમય અનુસાર બપોરે 2.30 એ મેચ શરૂ થઈ જેમાં પાકિસ્તાને ટોસ જીતી મહેમાન ટીમ ન્યુઝીલેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. બ્લેકકેપ્સની શરૂઆત સારી ન રહેતા મહત્વની 2 વિકેટ ગુમાવી ચૂક્યા છે. અબરાર અહેમદ અને નસિમ શાહે 10 ઓવરની અંદર જ ન્યુઝીલેન્ડના બંને ઓપનર ડેવોન કોનવે (10) અને કેન વિલિયમસન (1)ની વિકેટ ઝડપી પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફી માટેની સંપૂર્ણ તૈયારી દર્શાવી દીધી. હાલ કિવિ ટીમ 15 ઓવરે 2 વિકેટના નુકશાન સાથે 71 રન પર છે. હાલ વિલ યંગ (49) અને ડેરિલ મિશેલ (9) ન્યુઝીલેન્ડની પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. (આ અહેવાલ લખાય છે ત્યાં સુધીનો સ્કોર)
.@ICC #ChampionsTrophy time! 🏆
— Pakistan Cricket (@TheRealPCB) February 19, 2025
National Stadium, Karachi welcomes the action 🏏#PAKvNZ | #WeHaveWeWill pic.twitter.com/NfStwi7GMn
28 વર્ષ પછી પાકિસ્તાનમાં ICC ટુર્નામેન્ટનું આયોજન:
1996 પછી આ પહેલી વાર છે જ્યારે પાકિસ્તાન કોઈ ICC ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. વધુમાં, આઠ વર્ષના અંતરાલ પછી ICC ચેમ્પિયન્સ ટ્રોફી પરત ફરી રહી છે, અને 2009 માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા પછી પહેલીવાર, ઘણી ટીમો પાકિસ્તાનની ધરતી પર ICC ઇવેન્ટમાં ભાગ લઈ રહી છે.
પાકિસ્તાન ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન:
યજમાન હોવાને કારણે, મોહમ્મદ રિઝવાનની ટીમને હંમેશા ઘરઆંગણે ફાયદો મળે છે. પરંતુ તાજેતરમાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીમાં, પાકિસ્તાનને ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની ટીમ પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, તેઓએ 2017ની ટુર્નામેન્ટમાં ભારતને હરાવીને પ્રથમ વખત ચેમ્પિયન બન્યું હતું. પાકિસ્તાન ટીમમાં સેમ અયુબ સિવાય બધા ખેલાડીઓ હાજર છે.
🚨 TOSS & PLAYING XI 🚨
— Pakistan Cricket (@TheRealPCB) February 19, 2025
Pakistan win the toss and opt to bowl first 🏏
Our team for Match 1 of the ICC #ChampionsTrophy 2025 🇵🇰#PAKvNZ | #WeHaveWeWill pic.twitter.com/SnAfRzZtsK
તે જ સમયે, ન્યુઝીલેન્ડની ટીમ પણ પાકિસ્તાન પર પોતાની લીડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. જોકે, ન્યૂઝીલેન્ડને ફાસ્ટ બોલર બેન સીઅર્સ અને લોકી ફર્ગ્યુસનની ખોટ સાલશે, જેમને ઈજાના કારણે છેલ્લી ઘડીએ બહાર કરી દેવામાં આવ્યા હતા. તેમના સ્થાને જેકબ ડફી અને કાયલ જેમિસનને સામેલ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડની મેચ
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 118 ODI મેચ રમાઈ છે. જેમાં પાકિસ્તાને 61 મેચ જીતી છે અને ન્યુઝીલેન્ડે 53 મેચ જીતી છે. જ્યારે 1 મેચ ટાઇ રહી હતી અને 3 મેચનું પરિણામ જાહેર થયું ન હતું.
ચેમ્પિયન્સ ટ્રોફીની અત્યાર સુધી આઠ સીઝન થઈ છે, જેમાં બંને ટીમો ફક્ત ત્રણ વાર જ એકબીજા સામે આવી છે અને ત્રણેય મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્યારે અને ક્યાં મેચ રમાશે?
- પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ ૧૯ ફેબ્રુઆરી, બુધવારના રોજ કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે બપોરે ૨:૩૦ વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસનો સમય બપોરે 2:00 વાગ્યાનો છે.
- ભારતમાં, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ 'સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને સ્પોર્ટ્સ 18 નેટવર્ક' પર ઉપલબ્ધ થશે અને લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર મફતમાં ઉપલબ્ધ રહેશે. તો ચાહકો આ રોમાંચક મેચને ભારતમાં નિહાળી શકશે.
Our XI for Champions Trophy Game 1! Batting first in Karachi after a toss win for Pakistan. Watch play LIVE in NZ on @skysportnz 📺 LIVE scoring | https://t.co/cVlkusQf3c 📲 #ChampionsTrophy #CricketNation pic.twitter.com/ItFsfbi5Mb
— BLACKCAPS (@BLACKCAPS) February 19, 2025
બંને ટીમોની પ્લેઈંગ 11:
પાકિસ્તાન:
ફખર ઝમાન, બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર/કેપ્ટન), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ
ન્યુઝીલેન્ડ:
વિલ યંગ, ડેવોન કોનવે, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, મેટ હેનરી, વિલિયમ ઓ'રોર્ક
આ પણ વાંચો: